Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં જ દેશ માટે આહુતિ આપનારા શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.ઓગસ્ટની શરુઆતમાં અમદાવાદના 27 વર્ષના વીર મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે બહાદૂરી પૂર્વક લડતા લડતા મહિપાલસિંહએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
આ દરમિયાન મહિપાલસિંહના પત્ની પ્રેગનેન્ટ હતા. હાલ 11મી ઓગસ્ટની સાંજે મહિપાલસિંહના પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા અને તે પછી તેઓ બાળકનો જન્મ થાય તેના અઠવાડિયા પહેલા શહીદ થયા હતા.
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જોડાવાનો રસ હતો.

મહિપાલસિંહનો જન્મદિવસ 15મી ઓગસ્ટના દિવસે આવે છે અને જેના કારણે બાળપણથી જ તેમને દેશની રક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી અને તેમણે તે કરી પણ બતાવ્યું. જોકે તેઓ પોતાની દીકરીનું મોઢું પણ ન જોઈ શક્યા. મહિપાલસિંહના પરિવારમાં એક તરફ ખુશીનો પ્રસંગ છે પરંતુ તેનાથી વધુ દુઃખ તેમને મહિપાલસિંહ આ ખુશીના પ્રસંગમાં હાજર નથી તે છે.

તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક