Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદના બાલાગામમાં કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખ્યા બાદ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં તેણે લખ્યું કે, “હું દુનિયાથી કંટાળી ગયો છું મારે શાંતિ જોઈએ છે”, “ભાઈ Sorry મારે આ નોકરી નથી કરવી હવે આગળ જીવવાની ઈચ્છા નથી”. આ ઉપરાંત તેણે સુસાઈડ નોટમાં છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના બાલાગામ ગામે વિશાલ પ્રતાપભાઈ ચાવડા નામના યુવકે જીવન ટૂંકાવી લીધું છે. જુવાનજોધ પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે. આત્મહત્યા કરનાર યુવક બાલાગામ ખાતે સ્કૂલમાં કુસ્તી અને સ્પોર્ટ ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો.
યુવકે આત્મહત્યા કરી હોવાની જાણ આસપાસના લોકોએ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટમાં યુવકે શું લખ્યું?
“હું જે કરૂ છું એ મારી ઈચ્છાથી કરૂ છું મને કોઈથી કઈ પ્રોબ્લેમ નથી હું છેલ્લા કેટલાક સમયથી ડ્રિપેશનમાં હતો એટલે હું થાકી ગયો છે. ભાઈ Sorry મારે આ નોકરી નથી કરવી, મને હવે આગળ જીવવાની કંઈ ઈચ્છા નથી એટલે હું આવું કરું છું. તારા જેવો ભાઈ કિસ્મતમાં મળે, Sorry મારા ભાઈ હું આ જન્મમાં તારુ ઋણ ના ચુકવી શક્યો, મારી કંઈ ભૂલ હોય તો માફ કરજે, હું કોઈના કારણે આવું નથી કરતો, એટલે મારા ગયા પછી કોઈને હેરાન ના કરતો. આ દુનિયા મારા માટે નથી અને હું બહુ જ કંટાળી ગયો છું આ દુનિયાથી, હવે મારે શાંતિ જોઈએ છે એટલે આવું કરું છું. હા હું કોઈના માટે જીવ દવ એવો તો નથી એટલે બીજું કંઈ મનમાં ના લેતા, પ્લીઝ કોઈને હેરાન ના કરતા બસ હવે કંઈ આગળ નથી બોલવું, Sorry ભાઈ જસવીર, તું ભાભીનું ધ્યાન રાખજે”.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત