Homeગામનાં ચોરેએલોન મસ્ક બન્યા 14મા સંતાનના પિતા

એલોન મસ્ક બન્યા 14મા સંતાનના પિતા

Team Chabuk-International Desk: ટેસ્લાના CEO અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક 14મા સંતાનના પિતા બન્યા છે. એલોન મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસે બાળકને જન્મ આપ્યો છે.
શિવોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાળકના વિશ્વમાં આગમનના શુભ સમાચાર જાહેર કર્યા. આ શિવોનનું ચોથું સંતાન છે જે એક પુત્ર. તેણે તેનું નામ સેલ્ડન લાઇકર્ગસ રાખ્યું. શિવોનના ત્રીજા સંતાનનું નામ આર્કેડિયા છે. મસ્કે શિવોનની પોસ્ટ પર હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી છે. શિવોન સાથે મસ્કનું આ ચોથું બાળક છે.
શિવોને X પર આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. “એલન સાથે ચર્ચા કર્યા પછી અને સુંદર આર્કેડિયાના જન્મદિવસ પર અમને લાગ્યું કે અમારા અદભૂત પુત્ર સેલ્ડન લાઇકર્ગસ વિશે સીધું શેર કરવું શ્રેષ્ઠ રહેશે,”
તેઓએ X પર લખ્યું. કુસ્તીબાજ જેવો બાંધો અને સોના જેવું હૃદય. હું તેને ખૂબ પ્રેમ કરું છું. મસ્કે બાળકની પુષ્ટિ કે ખંડન કર્યું નથી.
ઇલોન મસ્ક 14મી વાર પિતા બન્યા છે. તેમની પહેલી પત્ની જસ્ટિન વિલ્સનથી તેમને છ બાળકો હતા. આ બાળકોમાંથી એક, નેવાડા એલેક્ઝાન્ડર, 10 અઠવાડિયાની ઉંમરે મૃત્યુ પામ્યું હતું.
આ ઉપરાંત મસ્કને સંગીતકાર ગ્રીમ્સથી ત્રણ બાળકો છે. મસ્ક અને શિવોન ગિલિસના ચાર બાળકો છે. આ ઉપરાંત, લેખિકા એશ્લે સેન્ટ ક્લેરે તાજેતરમાં દાવો કર્યો છે કે મસ્ક તેના 5 મહિનાના બાળકના પિતા છે.
અત્યાર સુધી, મસ્ક અને ગિલિસે તેમના ત્રીજા અને ચોથા બાળકો (આર્કેડિયા અને સેલ્ડન)ના નામ અને ઓળખ ગુપ્ત રાખી છે.

કોણ છે શિવોન ગિલિસ?
શિવોન ગિલિસ એલોન મસ્કના ભાગીદાર છે. તે મસ્કની કંપની ન્યુરાલિંકમાં ડિરેક્ટર છે. ન્યુરાલિંક એક એવી કંપની છે જે મગજ અને કમ્પ્યુટરને જોડવાનું કામ કરે છે.ગિલિસે 2017 થી 2019 સુધી મસ્કની કંપની ટેસ્લામાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ગિલિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં નિષ્ણાત છે. તેમણે ઓટોપાયલટ અને ચિપ-ડિઝાઇનિંગમાં પોતાની AI કુશળતાનો ઉપયોગ કર્યો છે. શિવોન ગિલિસ એ જ મહિલા છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન મસ્ક સાથે જોવા મળ્યા હતા.

elon musk

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments