Homeગુર્જર નગરીસુરત: 16 વર્ષની કિશોરીએ ભાંગ્યું બહેનનું ઘર, જીજુ સાથે બેંગ્લોરમાં લગ્ન કરી...

સુરત: 16 વર્ષની કિશોરીએ ભાંગ્યું બહેનનું ઘર, જીજુ સાથે બેંગ્લોરમાં લગ્ન કરી શારીરિક સંબંધો બાંધ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં હવે આડા સંબંધોના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. હવે તો ઘરમાં જ પલીતો ચાંપવાની ઘટનાઓ છાશવારે બને છે. આ ક્રમમાં ઉમેરો થયો છે સુરતના સચિન વિસ્તારમાં રહેતી કિશોરી અને બિહારમાં રહેતા જીજાનો. સાળી દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે, તેને મોબાઈલ ફોનમાં જીજુ સાથે વાત કરતાં કરતાં પ્રેમ થઈ ગયો હતો. તેની સાળી તો નાદાન હતી પણ જીજુને સંસાર માંડ્યાના આટલા વર્ષ બાદ અને બે સંતાનો હોવા છતાં પ્રેમની લગન લાગી ગઈ. એ સાળી સાથે પત્નીને છોડી ભાગી છૂટ્યો.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો પર નજર કરીએ તો, આ કિશોરીની ઉંમર 16 વર્ષની છે. પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે, જેમાં ભાગેલ કિશોરી સૌથી નાની છે. તેની મોટી બહેનનાં લગ્ન પાંચ વર્ષ પહેલા બિહારમાં થયા હતા. વીડિયો કોલિંગમાં તે રોજ જીજુ સાથે વાત કરતી હતી અને વાત વાતમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

એક દિવસ જીજુ સુરતમાં આવ્યો હતો અને સાળીને બિહાર લઈ જવાનું કહી ભાગી છૂટ્યો હતો. પ્રેમમાં ઓતપ્રોત એવા સાળી અને જીજુએ બિહાર જવાની જગ્યાએ ત્યાંથી ઉડન છૂ થઈ બેંગ્લોર પહોંચી ગયા હતા. જ્યાં બંનેએ વિધિસર લગ્ન પણ કર્યા હતા અને સુહાગરાત મનાવી હતી.

પત્નીને જ્યારે ખબર પડી કે તેનો પતિ તેની જ બહેનની સાથે ભાગી ગયો છે તો તેણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું. સાળીને બિહાર લાવવાની છે એવું કહી વીસ દિવસથી જીજુડો પોતે જ લાપતા હતો. બાદમાં અચાનકથી યુવતીને ફોન આવ્યો હતો અને તેમાં તેના પતિએ જણાવ્યું હતું કે, તેણે તેની બહેનની સાથે સાત ફેરા ફરી લીધા છે. આ વાત સાંભળ્યા પછી પરિણીતાના માથે આભ ફાટ્યું હતું. ફોન દ્વારા પોલીસે ફરાર જીજુનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેની ધરપકડ કરી લીધી હતી.

16 વર્ષની કિશોરીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેણે તબીબોની સામે કબૂલ્યું હતું કે, તેણે ભાગીને લગન કર્યા છે અને જીજુ સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા છે. કિશોરીએ એ વાત પણ કબૂલી હતી કે, વારંવાર વીડિયો કોલ પર વાત થતાં તે હવે તેમના વગર રહી નહોતી શકતી. એ પહેલા મારા જીજુ હતા હવે મારા પતિ છે.

હાલ તો 16 વર્ષની કિશોરી અને તેના જીજુના કારણે પરિવારની ઉપર અણધારી આફત આવી પડી છે. ઘરમાં જ વિકરાળ આગજનની ઘટના બની છે. એક બાજુ પરિણીતા અને તેના બે સંતાનો તો બીજી બાજુ તેની જ સગ્ગી અને ઘરની લાડકી એવી સૌથી નાની બહેન જેની સાથે તેનો જીજુ લગ્ન કરી ચૂક્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments