Homeગુર્જર નગરીબોટાદમાં જમીન ડખ્ખાને લઈ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે ઉભી બજારે...

બોટાદમાં જમીન ડખ્ખાને લઈ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે ઉભી બજારે ધીંગાણું

Team Chabuk-Gujarat Desk: મહાભારતકાળથી ચાલ્યું આવે છે કે મિલકત માટે ભાઈ-ભાઈ શત્રુ બની જાય છે. મિલકતના ઘણા કિસ્સાઓ કોર્ટમાં પહોંચે છે અને ત્યાં શાંતિપૂર્વક ન્યાયની રાહ જોવામાં આવે છે. જોકે બોટાદમાં તો જમીન વિવાદને લઈ રીતસરનું ધીંગાણું ખેલાઈ ગયું.

જમીન વિવાદને લઈ બોટાદ જિલ્લાના રાણપુર પાસેના અલમપર ગામમાં લાકડીઓ સાથે બઘડાટી બોલી ગઈ. બે જૂથ પડી ગયા અને સામ સામે આવી ગયા. પછી ન આવ દેખા ન તાવ. લાકડીઓ લઈ જ્યારે ગયા જન્મનાં વેરનું વટક વાળવું હોય એમ જામી પડ્યા. આ સમગ્ર ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે 25 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર પાસેના અલમપર ગામમાં એક સરકારી જમીન આવેલી છે. આ સરકારી જમીનને લઈને એક જ પરિવારના બે સભ્યો વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ ધીમે ધીમે આગ પકડતી ગઈ અને પરિવારના સભ્યો આમને સામને આવી ગયા. ધોકા, લાકડી, પાઈપ સાથે ઉભી બજારે ધીંગાણું ખેલાયું. જૂથ અથડામણમાં કેટલાકને નજીવી ઈજા થઈ હતી તો બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને ગંભીર ઈજા થઈ છે તેમાંથી એક વ્યક્તિને ભાવનગર તો બીજી વ્યક્તિને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે.

આ ઘટના બુધવારના રોજ બની છે. જ્યારે બની ત્યારે કોઈએ આ ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો. આ વીડિયોમાં જ વાતાવરણ કેવું તણાવભર્યું થઈ ગયું હતું એ જોઈ શકાય છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ, મોટી મોટી લાકડીઓ સાથે ધોકા અને પાઈપ લઈ સૌ મચી પડ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં એ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના અન્ય સભ્યોએ આખરે વચ્ચે પડી આ ઘટના પર ઠંડુ પાણી રેડ્યું હતું. પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લેતા 25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments