Homeગુર્જર નગરી150ની સ્પીડે આવતી કારે ત્રણ ગુલાંટ મારી, પડીકુ વળી ગઈ કાર, જાણો...

150ની સ્પીડે આવતી કારે ત્રણ ગુલાંટ મારી, પડીકુ વળી ગઈ કાર, જાણો અંદર કેટલા લોકો હતા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ સ્પિડમાં આવતી i20 કારનો અકસ્માત થયો હતો. કારમાં ચાર લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાડીમાં સવાર ચાર લોકોનો બચાવ થયો છે. કાર 150ની સ્પીડે આવતી હોવાનું અનુમાન છે. જ્યારે આટલી સ્પીડમાં આવતી કારે અકસ્મતા સર્જતા કારે 3 ગુલાંટ મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કાર પડીકુ વળી ગઈ હતી.

સુરતના ડુમ્મસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. પ્રથામિક માહિતી અનુસાર, કાર લગભગ 150ની સ્પીડમાં હતી. અચાનક જ કારચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી. કાર ખૂબ જ સ્પીડમાં હોવાને લીધે ત્રણ ગુલાંટ મારી ગઇ હતી. અકસ્માત સર્જનાર કારમાં ચાર લોકો પણ સવાર હતા.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. બેફામ ગાડી ચલાવતાં લોકો પોતાના માટે તો જોખમ ઊભું કરે જ છે, પરંતુ રાહદારીઓ અને અન્ય વાહનચાલકો માટે પણ મુશ્કેલી ઊભી કરતાં હોય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments