Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક અકસ્માતની ઘટના બની છે. કાર કૂવામાં ખાબકી હતી, જ્યારે આ કારમાં બે યુવાનો સવાર હતા. આ આકસ્માતમાં બંને યુવકોના મોત નિપજ્યા છે. સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી કૂવામાં ખાબકેલી કાર અને બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુરુવારે રાત્રે કોડીનારના ફાચરિયા ગામ નજીક કાર કૂવામાં ખાબકી હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હતી. કારમાં સવાર યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. કારને બહાર કાઢવા સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારમાં 2 યુવાનો સવાર હતા. જ્યારે આ ઘટના રાત્રે 10 કલાકે બની હતી. ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે કાર કૂવામાં ખાબકી હતી.
અહેવાલ અનુસાર, કારચાલકે કાબુ ગુમાવતાં કાર ઊંડા કૂવામાં ખાબકી હતી. કારને કૂવાની બહાર કાઢવા માટે સવારે 4 કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. જ્યારે કુવામાંથી 2 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ વડનગર ગામના યુવાનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા