Homeગુર્જર નગરીસુરતઃ વરાછાની યુવતીને ભગાડી જનાર પ્રેમીએ યુવતીના પિતાને ફોન કરી 10 લાખ...

સુરતઃ વરાછાની યુવતીને ભગાડી જનાર પ્રેમીએ યુવતીના પિતાને ફોન કરી 10 લાખ રૂપિયા માંગ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને સીએનો અભ્યાસ કરતી એક યુવતીને ભગાડી જઈ યુવતીના પિતા પાસેથી 10 લાખ ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવક અને યુવતીને શોધવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતી ગુમ થઈ હતી. બાદમાં યુવતીના પિતાના ફોન પર અલગ અલગ ત્રણ નંબરમાંથી ફોન આવ્યા હતા અને યુવતીની સલામતી માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે યુવતીના રત્નકલાકાર પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવતી જે પ્રેમી યુવક સાથે ભાગી ગઈ હતી તે યુવાને જ યુવતીના પિતાને ફોન કરીને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, સુરત શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતી ઘરેથી બુક લેવા જવાનું કહીને ગત રોજ સાંજે નીકળી હતી. ત્યારબાદ તે પરત ન ફરતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. હીરા ઘસવાનું મજૂરી કામ કરતાં પિતાની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસિસમાં અભ્યાસ કરી રહી છે. ગત રોજ સાંજે પુત્રી બુક લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યારબાદથી ગુમ હોવાનું પરિવારે જણાવ્યું છે.

પુત્રી ગુમ થયા બાદ પિતાના ફોનમાં એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. આ શખ્સે યુવતીના પિતાને ફોનમાં ધમકી આપતાં કહ્યું હતું કે, જો દીકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી જાવ. આમ ફોન પર ખંડણી માંગતા પરિવાર પર મૂંઝાઈ ગયો હતો. આ શખ્સે આ રીતે ત્રણ વખત અલગ અલગ નંબર પરથી ફોન કરીને ખંડણી માંગી હતી. દીકરીનું અપહરણ થયું હોવાનું માલૂમ પડતાં પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. જેથી યુવતીના પિતા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવવા માટે પહોંચ્યા હતા. પોલીસે પિતાની ફરિયાદ લઈને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી છેલ્લે હીરાબાગ શાક માર્કેટથી ચાલીને કાપોદ્રા પોપડા સુધી જઈ રહી હોવાનું સીસીટીવીમાં જણાઈ રહ્યું છે. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું ચે કે આ યુવતી કાપોદ્રામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને આ યુવક પણ ઘરેથી ગૂમ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પોલીસને શંકા છે કે આ યુવતી કાપોદ્રાના યુવક સાથે ભાગી ગઈ છે અને પકડાઈ ન જાય તે માટે યુવક અને યુવતી પોત પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને ગયા છે. યુવતીના પિતાના ફોનમાં જે ફોન આવતા હતાં તે અજાણ્યા નંબર પરથી આવ્યા હતા. તેથી આ યુવક યુવતીને ભગાડી જઈને યુવતીના પિતાને ગેરમાર્ગે દોરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.

યુવતીએ પોતાના પ્રેમ પ્રકરણની વાત પરિવારથી છૂપાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ થોડા દિવસ અગાઉ યુવકના પિતાએ મોબાઈલમાં ફોટો જોઈ જતાં અને આ યુવક પણ ઘરેથી ગૂમ હોવાથી બન્ને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતાઓ પ્રબળ બની છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીના પિતાને ફોન કરીને 10 લાખ રૂપિયાની માગણી કરનાર બીજું કોઈ નહીં પરંતુ યુવતીને ભગાડી જનાર યુવક જ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments