Homeગુર્જર નગરીસુરતમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો, યોગીચોક ખાતે ભાજપ-આપ કાર્યકરો સામ સામે આવી...

સુરતમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો, યોગીચોક ખાતે ભાજપ-આપ કાર્યકરો સામ સામે આવી ગયા

Team Chabuk-Gujarat Desk: સુરતના યોગી ચોક પાસે મોટી માથાકૂટ થઈ છે. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બન્ને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ પથ્થરમારામાં અનેક ગાડીના કાચ પણ તૂટ્યા છે. તમને જણાવી દઈએ કે, કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે યોગી ચોક. ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. તો બીજી તરફ આપ તરફથી રામ ધડુકે ઉમેદવારી નોંધાવી છે. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બન્ને પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપપ્રત્યારોપ લગાવી રહ્યા છે.

સુરતના યોગીચોક ખાતે ભાજપ અને આપ કાર્યકરો સામ સામે આવી ગયા હતા. યોગીચોક ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આપ આદમી પાર્ટી દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ હતી. પથ્થર મારો થતા ભાજપ કાર્યકર ઘાયલ થયા હતા. યોગીચોક ખાતે પોલીસ કાફલો અને BSFની ટુકડી આવી પોહચી છે. હાલ સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીની સભામાં ખુરશીઓ ઉછળતા મામલો તંગ બન્યો હતો. જે પછી આપની સભાથી નજીક જ ભાજપની કામરેજ વિધાનસભામાં કાર્યાલય પર લોકોએ તોડફોડ કરી હતી. બબાલ થતા પોલીસે એક વ્યક્તિને ડિટેઈન કરી લેતા ટોળું વધુ ઉગ્ર બન્યું હતું. ઘટનામાં ઘણા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. આ મારામારી વખતે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments