Team Chabuk-Sports Desk: વિશ્વભરના ફૂટબોલ ચાહકો માટે ઉજવણી શરૂ થઈ રહી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગ્યે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022નો શુભારંભ થઈ રહ્યો છે. આ વખતેનો ફિફા વર્લ્ડ કપ કતારમાં રમાઈ રહ્યો છે.
સાંજે ઓપનિંગ સેરેમની થશે જેમાં વિશ્વભરના મોટા કલાકારો પરફોર્મ કરશે. તેમાં સૌથી મોટું નામ કોરિયન બેન્ડ BTSનું છે, જે અહીં ધમાલ મચાવશે. ઓપનિંગ સેરેમની બાદ આજે ઓપનિંગ મેચ પણ રમાવાની છે જે યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાવાની છે.
“See you at the Opening!” – Jung Kook
— FIFA World Cup (@FIFAWorldCup) November 20, 2022
Today, 5.30pm local time. #Qatar2022 | #FIFAWorldCup pic.twitter.com/3oulTUthBV
ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે તેનું આયોજન મધ્ય પૂર્વમાં થઈ રહ્યું છે. કોરિયન બેન્ડ BTS ઉપરાંત માલુમા, નિકી મિનાજ, મરિયમ ફેરેસ અહીં આ વર્લ્ડકપનું થીમ સોંગ કરશે.
We’ve had some special opening ceremonies 🤩
— FIFA World Cup (@FIFAWorldCup) November 19, 2022
Can’t wait for another tomorrow! Don’t miss it at 5.30pm local time! 🎤🎵#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/Cq4g39Aap8
FIFA વર્લ્ડ કપની ઓપનિંગ સેરમની અલ-બેયત સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ 60 હજાર દર્શકો બેસી શકે તેટલી છે. રાજધાની દોહાથી તેનું અંતર માત્ર 40 કિલોમિટર છે. આ જ મેદાનમાં કતાર અને ઇક્વાડોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. FIFA ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં સ્પોર્ટ્સ 18, તેમજ તેની HD ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન આ બ્રોડકાસ્ટ Jio સિનેમા, Jio TV અને તેમની વેબસાઈટ પર જોઈ શકાશે.
FIFA વર્લ્ડ કપમાં માત્ર ફૂટબોલની મેચ નહી હોય પરંતું દરરોજ કલાકારો પણ પરફોર્મ કરશે. અહીં એક ફેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દુનિયાભરના દર્શકો માટે વિવિધ કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અહીં 29 નવેમ્બરે જોવા મળશે.
FIFA World Cup 2022 ટુર્નામેન્ટમાં કુલ 64 મેચો રમાશે. FIFA World Cup આગામી 29 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ 18 ડિસેમ્બર, 2022ના રોજ રમાશે. ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ મેચ 20 નવેમ્બરના રોજ કતાર અને એક્વાડોર વચ્ચે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહ દોહાથી 40 કિમી દૂર અલ-બૈત સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે થશે. FIFA World Cup 2022 ટુર્નામેન્ટમાં કુલ 64 મેચો રમાશે. 29 દિવસ સુધી ફૂટબોલનો આ મહાસંગ્રામ ચાલશે. ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત