Homeગુર્જર નગરીસુરત: 11 કોમર્સની વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવનારો આરોપી મધ્યપ્રદેશથી જબ્બે

સુરત: 11 કોમર્સની વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવનારો આરોપી મધ્યપ્રદેશથી જબ્બે

Team Chabuk-Gujarat Desk: સુરતમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે. તેમાંની સૌથી ચોંકાવનારી ઘટના કોઈ હોય, તો એ ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યાની છે. આ ઘટનાએ ન માત્ર સુરત પણ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવીને રાખી દીધો હતો. હવે આ આરોપમાં નાસતો ફરતો નરાધમ પોલીસના સકંજામાં આવી ગયો છે.

ADV

સુરતના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી અને અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી તરુણીને પેટમાં અસહ્ય પીડા ઉપડતા તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં કિશોરી 6 મહિનાથી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ કેસમાં તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા અને દુષ્કર્મ આચરનારને પકડી પાડ્યો હતો. તેણે હોટલમાં કિશોરી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ADV

ઘટનાની સમગ્ર વિગતો કંઈક એવી છે કે, ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી કિશોરીને તેના જ વિસ્તારમાં રહેતા વિનોદની સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ કિશોરીના પરિવારજનોને હતી અને તેમણે વિનોદને તેમની પુત્રીથી દૂર રહેવાનું પણ કહ્યું હતું. આમ છતાં વિનોદની આંખો કિશોરી ઉપર જ ફરતી રહેતી હતી. તે તરુણીની સાથે ચોરીછૂપે ફોન પર વાતો કરતો હતો.

ADV

જોકે મકાન માલિકે વિનોદને મકાન ખાલી કરાવી દેતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ વચ્ચે કિશોરીને એકાએક પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેની માતા તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે કિશોરીના પેટમાં છ માસનો ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

ADV

કિશોરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો કે, જ્યારે તે સિલાઈ કામ શીખવા માટે જતી હતી ત્યારે વિનોદ તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં આ બંનેએ શરીર સંબંધ બાંધ્યા હતા. પરિવારજનોએ વિનોદની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવતા આરોપીની મધ્યપ્રદેશથી પોલીસે ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments