Homeગુર્જર નગરીનિયમો નેવે મૂકી ગુજરાતની યુવતીએ ધૂમ સ્ટાઈલમાં રસ્તા પર સીન સપાટા કર્યા

નિયમો નેવે મૂકી ગુજરાતની યુવતીએ ધૂમ સ્ટાઈલમાં રસ્તા પર સીન સપાટા કર્યા

Team Chabuk-Gujarat-Desk: 8 માર્ચના રોજ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનાં સોશિયલ મીડિયા પર ગુણગાન ગાવામાં આવ્યા. મહિલાઓ કરતાં પુરુષોએ તેમના વિશે વધારે લખ્યું. તેના તમામ સ્વરૂપો વિશે વખાણ કરવામાં આવ્યા. જેમાં મહત્તમ લોકોએ મહિલાઓને પુરુષ સમોવડી ગણાવી. જોકે સુરતમાં એક યુવતી ખરા અર્થમાં પુરુષ સમોવડી બની ગઈ છે. તેણે આખા સુરતને પોતાની હરકતથી બાનમાં લીધું છે. અત્યાર સુધી પુરુષો માટે જ સીન સપાટા જેવો શબ્દ વપરાતો હતો પણ આ કોલેજીયન યુવતીનો વીડિયો જોયા પછી પુરુષોના સીન સપાટા હાસ્યામાં ધકેલાય જશે.

ઈન્સ્ટાગ્રામ પર અધધધ 1.40 લાખ કરતા વધારે ફોલોઅર ધરાવતી આ યુવતીએ જીન્સ અને જેકેટ પહેરી જાણે ધૂમ ફિલ્મનું શૂટિંગ ભર બજારે ચાલી રહ્યું હોય એમ એન્ટ્રી મારી અને વીડિયો ઉતાર્યો. તેણે આંખમાં કાળા ચશ્મા પહેર્યા છે. નજીકમાં બીઆરટીએસ સ્ટેન્ડ દેખાય છે. પહેલા તો રોડ ખાલી દેખાય છે પણ બાદમાં યુવતી બાઈક ઉપર જાજરમાન એન્ટ્રી કરે છે અને વાતાવરણને પોતાના મબલખ સીન સપાટાથી ભરી દે છે. એકદમ બોલિવુડ ફિલ્મની હીરોઈન લાગી રહી છે. જોકે તેની હીરોઈનગિરી ગુજરાત પોલીસે ઉતારી દીધી અને યુવતીને સીન સપાટા મારવા ભારે પડી ગયા છે.

સુરતમાં સ્પીડ બાઈકિંગની ઘટનાના મામલે યુવતીને હવે જેલમાં જવાની નોબત આવી ગઈ છે. આ યુવતી બારડોલીની છે અને કોરોના વકરી રહ્યો છે ત્યારે તમામ નિયમો નેવે મૂકી તેણે બાઈકમસ્તી કરી છે. બાઈક ચલાવતા સમયે નથી તેના માથા પર હેલમેટ દેખાતું નથી તેના ચહેરા પર માસ્ક દેખાતું. ઉપરથી બાઈક ચલાવવાના નિયમોનું ઉલ્લંઘન.. યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા સાફ સાફ દેખાઈ રહ્યું છે કે તે બાઈક રાઈડિંગની શોખીન છે.

આ સમગ્ર ઘટના પરથી પડદો ત્યારે હટ્યો જ્યારે કોઈ વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલ રૂમને આ અંગેનો વીડિયો મોકલ્યો હતો. એ પછી પોલીસ પણ સજાગ થઈ હતી અને યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

થોડા સમય પહેલા રાજકોટમાં પણ કેટલાક છોકરાઓ દ્વારા ટ્રાફિકમાં અડચણ પેદા કરી વીડિયો ઉતારવામાં આવ્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી. યુવાનો અને યુવતીઓ હવે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ઘરમાંથી રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી વીડિયો ઉતારવામાં મસ્ત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments