Team Chabuk-Gujarat Desk: સુરતના કતારગામમાં મિત્રએ ઉછીના રૂપિયા ન આપતાં એક દંપતી સોસાયટી સામે અર્ધનગ્ન થઈ ગયું. સોસાયટીમાં અસભ્ય વર્તન થતાં સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા અને દંપતીને હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દંપતીની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ કતારગામમાં લલિતા ચોકડી પાસે નિલકંઠ સોસાયટી વિભાગ-2માં અમરેલીના ખાંભાના વતની કલ્યાણીબેન જયસુખભાઈ ચાવડા નામના મહિલા રહે છે. કલ્યાણીબેનના પતિ જયસુખભાઈને પેરેલિસસ થયા બાદ તેઓ પથારીવસ છે. જયસુખભાઈ બીમાર નહતા પડ્યા ત્યારે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરતાં. છેલ્લા ત્રણ વર્ષથી તેઓની તબિયત નાદુરસ્ત છે અને ઘરની તમામ જવાબદારી તેમના પત્ની કલ્યાણીબેન પર આવી ગઈ છે. જ્યારે જયસુખભાઈ બિઝનેસ કરતાં ત્યારે અમિત મોરી નામના યુવક સાથે તેમની મિત્રતા થઈ હતી. અમિત વારંવાર તેમના ઘરે પણ આવતો.
આરોપ છે કે, ગત છઠ્ઠી મેએ કલ્યાણીબેન શહેરના બાપા સિતારામ ચોક પાસેથી આવતા હતા ત્યારે અમિત તેમને મળ્યો હતો અને અચાનક ઉછીના બે લાખ રૂપિયા આપવા માગણી કરી હતી એટલું જ નહીં અમિતે ધમકી પણ આપી હતી કે જો રૂપિયા નહીં આપો તો તમારા ઘરે આવીને ધમાલ કરીશ. ત્રણ દિવસ બાદ અમિત તેની પત્ની સાથે કલ્યાણીબેનની સોસાયટીમાં પહોંચી ગયો હતો. સોસાયટી બહારથી જ તેઓએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી અને રૂપિયાની માગણી કરી હતી. આ દરમિયાન અમિત પેન્ટ અને શર્ટ કાઢીને અર્ધનગ્ન થઈ ગયો હતો અને તેની પત્નીએ પણ ટોપ કાઢી નાખ્યું હતું. દંપતીના આ વિચિત્ર વ્યવહારથી સોસાયટીના સ્થાનિકો રોષે ભરાયા હતા અને બંનેને સોસાયટીના ગેટ બહાર કાઢી મુક્યા હતા.
આવા વિચિત્ર વ્યવહાર મુદ્દે કલ્યાણી ચાવડાએ કતારગામ પોલીસ સ્ટેશનમા અમિત મોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે. આ વિચિત્ર ઘટના પરથી અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે, દંપતીએ ઉછીના રૂપિયા માગવા માટે આવી હરકત કેમ કરી ? પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત