Homeગુર્જર નગરીમાલવણ નજીક અકસ્માતમાં બે વેવાઈના મોત, પૌત્રની જાન લઈને પરત જઈ રહ્યા...

માલવણ નજીક અકસ્માતમાં બે વેવાઈના મોત, પૌત્રની જાન લઈને પરત જઈ રહ્યા હતા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે લગ્ન પતાવીને જઈ રહેલા કલોલના પરિવારનો અકસ્માત નડ્યો હતો. જેમાં બે સગા વેવાઈના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે માળિયા-અમદાવાદ હાઈવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કાર ડિવાડર સાથે ટકરાઈ હતી જેમાં બે વેવાઈના મોત થયા હતા. જ્યારે ઈનોવામાં સવાર અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતાં તેઓને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સેલ્બી હોસ્પિટલ ખસેડાયા હતા.

કલોલનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવ પતાવીને જાન પરત લઈને કલોલ જઈ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અખિયાણા ગામ પાસેની શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં ઈનોવા કારના ચાલક વિનોદ પટેલે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર સીધી ડિવાઈડરને ટક્કર મારીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

joi e che

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઇવર વિનોદ પટેલનો આબાદ બચાવ થયો હતો.

મૃતકના નામ

ભાણજીભાઇ અબજીભાઇ પટેલ (ઉંમર વર્ષ- 75. રહે- નડિયાદ. વરરાજાના નાના)

દેવજીભાઇ પચાણભાઇ પટેલ (ઉંમર વર્ષ- 70. રહે- નંદાસણ. વરરાજાના દાદા)

ઇજાગ્રસ્તોનાં નામ

રમેશભાઇ હરિભાઇ પટેલ (રહે-અમદાવાદ)

જેઠાભાઇ નારણભાઇ પટેલ (રહે- વડોદરા )

અરજણભાઇ ભાણજીભાઇ પટેલ (રહે- નડિયાદ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments