Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર રચ્યા પચ્યા રહેતા લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો ફેક આઈડી બનાવીને લોકોને જાળમાં ફસાવતા હોય છે. ફેક આઈડી બનાવીને લોકોને બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે તાજેતરમાં જ વડોદરાના એક મનોવિકૃત યુવકે મહિલાના નામે એક, બે નહીં પરંતુ 79 ફેક આઈડી બનાવીને બહેનપણીઓ તેમજ પરિચિત યુવતીઓને અશ્લીલ મેસેજ કરતો હતો. જો કે આ યુવકના આ કારનામા સામે આવી ગયા. સુરતના સરથાણાના વેપારી અને તેમના પત્ની આ યુવકનો ભોગ બનતા તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વડોદરાના આ મનોવિકૃત યુવકની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો વડોદરાનો મનોવિકૃત યુવકે મહિલાના નામે 79 ફેક આઈડી બનાવીને આ એકાઉન્ડ પરથી તેની બહેનપણીઓ અને પરિચિત યુવતીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ડ બનાવીને યુવતીઓને અશ્લીલ મેસેજ મોકલીને હેરાન કરતો હતો. ત્યારે આ યુવકે સુરતના સરથાણાના વેપારી અને તેમના પત્નીને પણ આ પ્રકારને મેસેજ મોકલ્યા હતા. જે અંગે સુરતના વેપારી દંપતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યતીન દિયોરા નામના મનોવિકૃત યુવકની ધરપકડ કરી લીધી છે.
ગત 8 માર્ચના રોજ સુરતના સરથાણાના વેપારીએ સુરત સાયબર ક્રાઈમમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. તેમની પત્નીના નામે કોઈએ ગત ઓગસ્ટ મહિનામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફેક આઈડી બનાવી હતી અને પત્નીના બહેનપણીને અશ્લીલ મેસેજ કર્યા હતા. પત્નીના બહેનપણીને શંકા જતાં વેપારી અને તેમના પત્નીને તેમના નામે કોઈએ ફેક આઈડી બનાવ્યાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર તરુણ ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં આ ફેક આઈડી વડોદરાના માંજલપુરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં અને શ્રી અંબે એન્કલેવમાં રહેતા 29 વર્ષીય યતીન દિયોરા હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપી યતીન દિયોરાની પુછપરછ કરતાં આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવકે પોલીસને કબૂલાત આપી હતી કે તેણે આ પ્રકારે મહિલાઓના નામે 79 ફેક આઈડી બનાવ્યા હતા. ફેક આઈડી બનાવી તે યુવતીઓને અશ્લીલ મેસેજ કરતો હોવાનું પણ કબૂલ્યું છે. ઘણા કિસ્સામાં આ યુવક યુવતી બનીને યુવતીઓની બહેનપણીઓને મેસેજ કરતો હતો.
મહત્વનું છે કે આ પ્રકારે અનેક લોકો મહિલાના નામની આઈડી જોઈને લલચાઈ જતાં હોય છે અને જાળમાં ફસાઈ જતાં હોય છે. આવા આવાર તત્વો પણ મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવીને મધ જેવી મીઠી મીઠી વાતો કરીને લોકોને ફસાવતા હોય છે. તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં લોકોએ આવા લોકોથી ચેતવું જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત