Team Chabuk-Gujarat Desk: સુરતમાં સચિન GIDCમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોના મોત થયા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. જેમાં 27 કામદારો દાઝ્યા છે. જેમાંથી ત્રણ કામદારોની હાલત ગંભીર છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. બે વાગ્યાની આસપાસ લાગેલી આગે ભીષણ સ્વરુપ ધારણ કર્યુ હતું. આગની ઘટનાના 30 કલાક બાદ 7 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
સુરતમાં મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં થોડા જ કલાકોમાં સતત પાણીનો મારો કરાયા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ કહ્યું કે, ઘટના મોડી રાતે બે વાગ્યાની આસપાસ લાગી હતી. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત