Homeગામનાં ચોરેUttarakhand Tunnel Rescue : 17 દિવસ બાદ 41 મજૂરો ટનલમાંથી આવ્યા બહાર,...

Uttarakhand Tunnel Rescue : 17 દિવસ બાદ 41 મજૂરો ટનલમાંથી આવ્યા બહાર, ભારત માતા કી જયના નારા લાગ્યા

Team Chabuk-National Desk : ઉત્તરાખંડમાં ઉત્તરકાશમીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો આખરે 17માં દિવસે બહાર આવ્યા છે. આ મજૂરોએ જિંદગની જંગ જીતી લીધી છે. મંગળવારની બપોર તેમના માટે જીવનની નવી સવાર લઈને આવી છે. ટનલમાંથી બહાર આવ્યા બાદ તાત્કાલિક કામદારોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 12 નવેમ્બરથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા તમામ 41 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

અગિયાર દિવસ પછી કામદારો બહાર આવ્યા

તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે દિવાળીના દિવસે ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં અચાનક પાણી ધસી પડ્યું હતું, જેમાં 41 મજૂરો ટનલમાં જ ફસાઈ ગયા હતા. છેલ્લા અગિયાર દિવસથી આ મજૂરોને બચાવવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સતત ચાલી રહી હતી. ઘણી વખત આમાં કેટલીક અડચણો આવી, જેના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો, પરંતુ આ તમામ અવરોધો દૂર થઈ ગયા અને આખરે આજે વહીવટીતંત્રને તેમાં સફળતા મળી.

એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

મજૂરો ટનલમાંથી બહાર આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.બુધવારથી જ અહીં 41 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.સુરંગમાંથી બહાર આવતાની સાથે જ પ્રાથમિક તપાસ માટે સુરંગની બહાર કામચલાઉ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે અહીં એક હેલિકોપ્ટર પણ તૈનાત છે. જેથી કરીને જો કોઈને જરૂર હોય તો તેને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકાય.

કામદારોની સંભાળ માટે, ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ કામદારોને લઈ જવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી. પીએમ મોદી પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પાસેથી સતત અપડેટ લઈ રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments