Homeગામનાં ચોરેપંજાબ સરકારે જાહેર કર્યું એક મહિનાનું રિપોર્ટ કાર્ડ, 1 જુલાઈથી 300 યુનિટ...

પંજાબ સરકારે જાહેર કર્યું એક મહિનાનું રિપોર્ટ કાર્ડ, 1 જુલાઈથી 300 યુનિટ વીજળી ફ્રી

Team Chabuk-National Desk: પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયાને એક મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે આ અવસરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે પંજાબની જનતા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભગવંત માન સરકારે જાહેરાત કરી છે કે આગામી 1 જુલાઈથી પંજાબના દરેક ઘરમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે. આ સાથે જ આમ આદમી પાર્ટીની સરકારે એક મહિનામાં કરેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું છે. પંજાબ સરકારે સમાચાર પત્રોમાં જાહેરાત આપીને 1 જુલાઈથી 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.

જો કે, ફ્રીમાં વીજળી આપવાને લઈને હજુ સુધી ભગવંત માન તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપવામાં આવ્યું.  જો કે આ પહેલાં ભગવંત માને દાવો કર્યો હતો કે 16 એપ્રિલના રોજ પંજાબની જનતા માટે મોટી જાહેરાત કરવામાં આવશે. ત્યારે સરકારે સમાચાર પત્રોમાં જાહેરાતના માધ્યમથી જણાવ્યું છે કે, પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ વીજળી દરેક ઘરોને ફ્રીમાં આપવામાં આવશે.

સમાચાર પત્રમાં આપવામાં આવેલી જાહેરાતમાં પંજાબ સરકારે 1 મહિનાનું રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું છે. આ રિપોર્ટ કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, એક મહિનાની અંદર પંજાબમાં સરકારે એન્ટી કરપ્શન એક્શન હેલ્પ લાઈનની શરૂઆત કરી. 25 હજાર નવી સરકારી નોકરીઓની જાહેરાત કરી. 35 હજાર કરાર આધારિત કર્મચારીઓને કાયમી કર્યા. ખાનગી શાળાઓની ફી વધારવા પર રોક લગાવી. એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના અને એસ.એસ.પીજ અને પોલિસ કમિશનરોને ગેંગસ્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા. ગ્રામીણ વિકાસ ફંડ માટે 1 હજાર કરોડ રૂપિયાથી વધુ એકઠાં કર્યા. સરકારી કાર્યાલયોમાં શહીદ ભગતસિંહ અને બાબા સાહેબની તસ્વીર લગાવવામાં આવી. ખેડૂતોને 101 કરોડથી વધુનું વળતર જાહેર કરાયું. એક ધારાસભ્ય- એક પેન્શન લાગુ કર્યું. તમામ ધારાસભ્યોની વધારાની સુરક્ષા પરત લીધી. 23 માર્ચે શહીદ દિવસ પર જાહેર રજા જાહેર કરી. ધારાસભ્યોને જનતા માટે 24 કલાક હાજર રહેવા આદેશ આપ્યો. ખેડૂતોના દરેક પાકની ખરીદીનું વચન સહિતના મહત્વના નિર્ણયો લીધા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments