Team Chabuk-Gujarat Desk: હાલ રાજ્યમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે દુઃખદ ઘટના બની રહી છે. સુરતમાં ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિનીનું રોડ અકસ્માતમાં મોત થયું છે. વિદ્યાર્થિનીનું આ પ્રકારે મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના સુરતના હજીરા વિસ્તારની છે. જ્યાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે.
હજીરાના મલકા ગામ નજીક પિતા સાથે જતી વખતે આ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં પ્રગતિ રાઠોડ નામની વિદ્યાર્થિનીનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે અકસ્માત બાદ વિદ્યાર્થિનીલ અને તેના પિતાને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાની તબિયત ગંભીર હોવાતી તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આશાસ્પદ વિદ્યાર્થિનીનું અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની જોવા મળી રહી છે. વિદ્યાર્થિનીની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
