Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત છે. સરકારી નોકરીની ભરતીના પેપર લીક થવાની સાથે સાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર પણ લીક થયું છે. હાલ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પેપર ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. ધોરણ 10 નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પેપર પૂરું થવાને અડધો કલાકની વાર હતી ત્યારે જ સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયું છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલું પેપર હાથથી સોલ્વ કરાયેલું છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે આ અંગે તપાસ શરૂ કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું હિન્દીનું પેપર જવાબો સાથે ફરતા થયાની ઘટના બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લઈને દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
વાઈરલ થયેલા પેપર અંગે કોંગ્રેસે સરકારને આડેહાથ લેતાં પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે, રાજ્યના શિક્ષણ મંત્રીના દાવાઓને પડકારતી ઘટના બની છે. હવે હંમેશાની જેમ સરકાર અને બોર્ડની તપાસ કરવાની જૂની કેસેટ વાગશે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટિકના કારણે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી આની સીધી જવાબદારી સ્વીકારે. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે પણ આ મામલે જવાબ આપે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
