Homeગુર્જર નગરીSurat: કારખાનામાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતા 1 કામદારનું મોત, 8 લોકોની...

Surat: કારખાનામાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતા 1 કામદારનું મોત, 8 લોકોની કમર તૂટી જતાં હોસ્પિટલ ખસેડાયા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક મોટી દુર્ઘટના બની છે. ભટાર વિસ્તારમાં આવેલ ગીરધર એસ્ટેટ-2માં આવેલ લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદારો ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતા ધડાકા સાથે નીચે અથડાઈ હતી. જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 7 કામદારોને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે.

સુરતમાં ગીરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના બની છે. ગિરધર એસ્ટેટ-2માં આવેલા લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાઓના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. ત્રીજા માળે આવેલ લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો. અને ત્રીજા માળેથી સીધી લીફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ધડાકાભેર લિફ્ટ નીચે પડતા આઠ કામદારોમાંથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments