Team Chabuk-National Desk: ઉત્તરાખંડના મંગળવારે મોડી રાત્રે એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. 50 જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી. સીમડી ગામ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે.
આ અકસ્માત પૌડી ગઢવાલ જિલ્લાના બિરખાલ વિસ્તારમાં મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો. રાત હોવાને લીધે રેસ્ક્યૂ-ઓપરેશનમાં વિલંબ થયો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પહોંચ્યા અને તેમણે રેસ્ક્યૂમાં મદદ કરી હતી. અંધારું હોવાને કારણે મૃતદેહ અને ઘાયલોને મોબાઈલની ફ્લેશની મદદથી શોધવામાં આવ્યા. રાજ્યના DGP અશોક કુમારે જણાવ્યું હતું કે બસમાં લગભગ 50 લોકો સવાર હતા. પોલીસ અને SDRFની ટીમે 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત