Homeગામનાં ચોરેશું 'શેરની' વાઘણ અવની પર આધારિત વાર્તા છે ?

શું ‘શેરની’ વાઘણ અવની પર આધારિત વાર્તા છે ?

Team Chabuk-National Desk: વિદ્યા બાલનની હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મ શેરની ખૂબ વખાણાઈ છે. ન્યૂટન અને સુલેમાની કીડા જેવી અદભુત ફિલ્મો બનાવનારા અમિત મસુરકરે તેનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં વિદ્યાએ ભજવેલા વિદ્યા વિન્સેટના પાત્રની કોઈની સાથે સરખામણી પણ થવા લાગી છે.

ફિલ્મમેકર્સ આ વાર્તાને કાલ્પનિક કહી રહ્યાં છે. જોકે સમગ્ર વાર્તાને પાંઢરકાવાડાની વાઘણ અવની સાથે જોડીને જોવામાં આવી રહી છે. જેની થોડા વર્ષ પૂર્વે હત્યા કરી દેવામાં આવી હતી, કારણ કે તે માનવભક્ષી બની હતી. ફિલ્મમાં એક મહિલા અધિકારીની રાજનેતા, માફિયાઓ, પોતાના જ અધિકારીઓ સાથેના સંઘર્ષની ગાથા છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેમની ભૂમિકા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ કે.એમ અભર્ણા પર આધારીત છે. વાઘણ અવનીની હત્યા સમયે તે પાંઢરકાવાડામાં ફરજ બજાવી રહી હતી. અવનીને લઈ જે ઘટનાક્રમો થયા છે એ સંદર્ભમાં આ કથા ઓરિજનલ નથી. જેથી એ કહેવું તો પાયાવિહોણું જ છે કે આ વાર્તા અવની પર આધારિત છે.

ફિલ્મમાં એવું છે કે વાઘણ અવનિ વિદ્યા વિન્સેટની નિમણૂક બાદ માનવભક્ષી બને છે જ્યારે ઓરિજનલમાં તો અભર્ણાની નિયુક્તિ પૂર્વે જ વાઘણ અવની પાંચ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી હોય છે. અભર્ણાએ એમ પણ કહ્યું હતું કે ભલે વિષય અવનીથી ખાસ્સો દૂર છે પણ આ વિષયની આ પ્રથમ ફિલ્મ છે.

અભર્ણાએ એ પણ કહ્યું કે, ફિલ્મ બનતા પહેલા નિર્માતા કે વિદ્યા બાલન કોઈએ પણ તેમની સાથે ચર્ચા નહોતી કરી. અભર્ણાને એમ પણ લાગે છે કે ફિલ્મ પાંઢરકાવાડામાં શૂટ કરવામાં આવી હોત તો લોકોને કદાચ ખબર પડેત કે ફેલાયેલા જંગલમાં વાઘ કેવી રીતે રહે છે. અમિત મસૂરકરે આ ફિલ્મને મધ્યપ્રદેશમાં શૂટ કરી છે. જ્યારે અવનિ મહારાષ્ટ્રના યવતમાલ જંગલોમાં રહેતી હતી.

એક અલગ એન્ગલ એ પણ સામે આવ્યો છે કે અવની વિશે જનહિત યાચિકા કરનારા ડોક્ટર જેરિલ બનેતે કહ્યું છે કે, ફિલ્મમાં સરકારી અધિકારીઓ પર પડનારા દબાણને યોગ્ય રીતે દર્શાવવામાં નથી આવ્યું. રાજનીતિની સાથે સાથે પ્રાઈવેટ શૂટરના દબાણને. તેમણે જણાવ્યું કે કેવી રીતે પ્રાઈવેટ શૂટરે વાઘણને માર્યા બાદ આત્મરક્ષાની વાર્તા ઘડી કાઢી હતી. ન તો તેને ફિલ્મમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે ન તો સરકારી રિપોર્ટમાં રેખાંકિત કરવામાં આવ્યું છે. જેમાં હૈદરાબાદના પ્રાઈવેટ શૂટર અસગર અલી ખાન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

ડોક્ટર બનેતે એ પણ કહ્યું કે, અભર્ણાની સાથે જે પ્રકારનો વ્યવહાર થયો તેને ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યો. તેમણે કહ્યું કે, અર્ભણાના સિનિયર્સે અભર્ણાને અજગર અલીની પાસે માફી માગવા માટે મોકલી હતી. જેથી એ મિનિસ્ટરની સાથે યોગ્ય સંબંધ બંધાયેલ રહે જેનો અસગર નજીકનો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments