Team Chabuk-Gujarat Desk: સુરતમાં ઘર કંકાસનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. અહીં મહિલાએ પતિના વારંવારના ઝઘડાથી મોત મીઠું કરી લીધું હતું. યુવાન મેકેનિકલ એન્જિનિયરિંગનો વ્યવસાય કરે છે. તે અવાર નવાર પત્ની સાથે કોઈને કોઈ મુદ્દે ઝઘડો કરતો હતો, પત્નીએ આખરે જાતને જ ગળે ફાંસો ખાઈ ખત્મ કરી દીધી હતી.
ગળે ફાંસો ખાનારી હેતલબહેનની વય 22 વર્ષની છે. તેમણે 13 દિવસ પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેઓ મૂળ ભાવનગરના મહુવા તાલુકાના મોટીવડાલ ગામના વતની અને હાલ લલિતા નગર ચોકડી નજીક આવેલ સંતોષીનગર સોસાયટીમાં રહેતા હતા.
આ મહિલાનો પતિ હૈદરાબાદમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો વ્યવસાય કરતો હતો. જોકે છેલ્લા ત્રણેક મહિનાથી તે વર્ક ફ્રોમ હોમ કરતો હતો. આ સમગ્ર ઘટનામાં સાસરિયાઓ ગેરવર્તુણક કરતા હોવાનું સામે આવ્યું છે. પતિ હિરેન હેતલબહેનનાં પરિવારને વારંવાર તેમને ઘરે લઈ જવાનું કહેતો હતો. ગઈકાલે પણ ઘરે ક્યારે લઈ જાવ છો એવું પૂછ્યું હતું. ત્યારે હેતલબહેનને લેવા માટે તેના માતા અને નાનો ભાઈ આવ્યા હતા. જોકે ઘરે પહોંચ્યા તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે તેમની પુત્રીએ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ પોલીસને મળી હતી બાદમાં પોલીસે પિયરપક્ષના લોકોને આ અંગે માહિતી આપી હતી. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હેતલબહેનના પરિવારના લોકોએ સાસરિયા હેરાન કરતા હોવાના આક્ષેપની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત