Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠામાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. આ હત્યાનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ પાસે કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસને જાણ કરતા, પોલીસ પ્રથમ તો આ અજાણ્યો યુવક કોણ છે તેની તજવીજમાં લાગી ગઈ હતી. જેમાં પોલીસને આ વ્યક્તિ ડીસાના વિરેન પાર્કના જીગરભાઈ ઉર્ફે જગદીશ હોવાનું જાણમાં આવ્યું હતું. પોલીસે તેમનો મૃતદેહ પરિવારનોને સોંપ્યો હતો અને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ હતી.
પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા હત્યાનો કોયડો ઉકેલાય ગયો હતો. આ હત્યા તેના જ મિત્રએ પ્રેમ સંબંધના કારણે કરી હતી. મૃતક અને હત્યારો બેઉં પાક્કા મિત્રો હતા. મૃતક મિત્રની (પ્રકાશ ઉર્ફ પપ્પુ) પ્રેમિકાની દીકરીને ભગાડી ગયો હતો. આ વાતનું જે તે સમય તો સમાધાન થઈ ગયું હતું. જોકે બાદમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી જીગરના અન્ય ત્રણ મિત્રો ભરત, અંકિત અને રાકેશે સાથે મળી જગદીશનું અપહરણ કર્યું હતું અને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો, જેમાં તેની હત્યા થઈ ગઈ હતી.
હત્યા બાદ આરોપીઓ જગદીશના મૃતદેહને કેનાલમાં ફેંકી ચાલ્યા ગયા હતા. પોલીસે આ ત્રણે આરોપીઓને પકડી લીધા છે. જોકે ફરાર મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફ પપ્પુની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલી ઈકો ગાડીનો પણ કબ્જો લઈ લીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત