Homeગુર્જર નગરીસુરતમાં પરપ્રાંતિય યુવાને આત્મહત્યા કરી પત્રમાં લખ્યું, ‘પત્નીને બીજા બે છોકરાઓ સાથે...

સુરતમાં પરપ્રાંતિય યુવાને આત્મહત્યા કરી પત્રમાં લખ્યું, ‘પત્નીને બીજા બે છોકરાઓ સાથે સંબંધ છે’

Team Chabuk-Gujarat Desk: સુરતના ઉધનામાં પરપ્રાંતિય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવક ઓરિસ્સાનો રહેવાસી હતો અને પારિવારિક અંટસના કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.

યુવકે આત્મહત્યા કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં તેમને ઉડીયા ભાષામાં લખેલી આત્મહત્યાની નોટ મળી આવી હતી. આત્મહત્યાના પત્રમાં તેણે લખ્યું હતું કે,  “પત્ની બીજા બે છોકરાનાં સંપર્કમાં હોવાથી દુઃખી થઈ આપઘાત કરું છું.’’ બાદમાં પોલીસે આત્મહત્યાના પત્ર દ્વારા તમામ તજવીજ હાથ ધરી છે.

ઓરિસ્સાનો રહેવાસી એવો આનંદી નામેરી આ યુવક સુરતના લુમ્સ કારખાનામાં નોકરી કરતો હતો. થોડા સમય પહેલા પત્ની સાથે બોલચાલ થતા તે વતન પણ ગયો હતો. વતનથી પરત આવ્યા બાદ આનંદીએ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક આનંદીને પાંચ વર્ષની પુત્રી પણ છે.

પોલીસને આ અંગે એવી પણ જાણકારી હાથ લાગી છે કે મૃતક યુવાનનો પત્ની સાથે વિખવાદ હોવાના કારણે પંચાયત સમક્ષ સમાધાન પણ કરવામાં આવ્યું હતું. જોકે તેની પત્ની તેના માતા પિતાની પાસે પિયર જતી રહી હતી. તો બીજી બાજુ આનંદી સુરત આવી ગયો હતો અને તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments