Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક યુવતીએ યુવકના ત્રાસથી વખ ઘોળ્યું હોવાનું અને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. અહીં યુવકે કોઈ રીતે યુવતીની તસવીરો પાડી પોતાના મોબાઈલમાં લઈ લીધી હતી અને તેણીને હેરાન કરી રહ્યો હતો. આખરે કંટાળીને કોઈ રસ્તો ન બચતા યુવતીએ મોતનો રસ્તો પસંદ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે.
અજાણ્યા યુવકો સાથે પ્રેમમાં પડી જઈ આગળ પાછળનું કંઈ જાણ્યા વિના પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનારી યુવતીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક યુવતીને વિધર્મી યુવકે તેના પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી અને કોઈ રીતે તેની તસવીરો પાડી પોતાના મોબાઈલમાં રાખી હતી. યુવતીને આવનાર એંધાણીની ખબર નહોતી કે આ તસવીરો જ તેની મોતનું કારણ બનશે.
આ તસવીરો મારફતે તે વારંવાર યુવતીને પરેશાન કરતો હતો અને તેના પર દબાણ લાદતો હતો. જો યુવતી ન માને તો તસવીરો વાઈરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો. આ કારણે યુવતી પર દબાણ વધવા લાગ્યું હતું. છેલ્લે પરિવારજનોની બદનામીના ડરથી યુવતીએ દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
આ સમગ્ર ઘટના અંગે હિંમતનગરના ડીવાયએસપી સૂર્યવંશી સાહેબે એવું જણાવ્યું હતું કે, યુવતીની આત્મહત્યા બાદ પરિવારજનોએ તેનો મોબાઈલ ફોન તપાસ્યો હતો જેમાંથી તેઓને વિધર્મી યુવકના સંદેશાઓ મળ્યા હતા. જેમાં યુવતી પર દબાણ લાદવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ આ કારણોસર આત્મહત્યા કરી હોવાની ખબર મળતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ફરિયાદ મળતા જ આરોપી મસી અબ્બાસ મહોમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનો મોબાઈલ ફોન કબ્જે કરી ફોરેન્સિકમાં મોકલી દેવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત