Homeગુર્જર નગરીસુરત : યમરાજ બનીને આવેલા કાળમુખા ટ્રકે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડી...

સુરત : યમરાજ બનીને આવેલા કાળમુખા ટ્રકે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડી નાખ્યા, મોતનો આંકડો ચોંકાવનારો

Team Chabuk-Gujarat Desk : ઘસઘસાટ ઉંઘતા ગુજરાતના લોકોને સવાર થતા આવા કમકમાટીભર્યા સમાચાર જાણવા મળશે એ કોઈએ કલ્પનામાં પણ નહિ વિચાર્યું હોય. સુરતના કિમ-માંડવી રોડ પર મધરાતે ટ્રક દુર્ઘટનામાં કુલ 15 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ટ્રકે ફુટપાથ પર ઉંઘી રહેલા કુલ 18 લોકોને કચડી દીધા હતા. જે મજૂરો રાજસ્થાન અને બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં રહેનારા હતા. આ ઘટનામાં 12 શ્રમિકોના તો ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે બાકીના ઘાયલોને તાબડતોડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ત્રણ ઈજાગ્રસ્તોનાં પણ મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલક અને ક્લિનરને પોલીસે પકડી પાડ્યો હતો. તેને પકડી પાડતા જાણવા મળ્યું હતું કે તે ચિક્કાર પીધેલી હાલતમાં ડમ્પર ચલાવી રહ્યો હતો.

મૃતક કોણ ?

  • સફેશા ફ્યુચઇ
  • શોભના રાકેશ
  • દિલીપ ઠકરા
  • નરેશ બાલુ
  • વિકેશ મહીડા
  • મુકેશ મહીડા
  • લીલા મુકેશ
  • મનિષા (બે વર્ષની છોકરી)
  • ચધા બાલ (બે વર્ષનો છોકરો)

ટ્રેક્ટરને પણ મારી દીધી ટક્કર

આ ઘટના મધરાતે 12 વાગ્યાના રોજ બની હતી. શ્રમિકો ઉંઘી રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની જેમ ટ્રક ઘુસી આવ્યો હતો. જેમાં કુલ 18 મજૂરોને કચડી નાખ્યા હતા. ડમ્પર એટલું ઝડપી હતું કે તેણે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં શેરડીથી ભરાયેલા ટ્રેક્ટરને પણ તેણે ટક્કર મારી દીધી હતી.

બાળકીનો આબાદ બચાવ

આ ઘટના એટલી ભયજનક હતી કે કોઈ પણ કઠણ હ્રદયના માનવીને હચમચાવી જાય. પોલીસે પણ તમામ મૃતકોની લાશને ટ્રકમાં ભરી જવી પડી હતી અને ઠેર ઠેર લોહીના ખાબોચિયા ભરાયેલા પડ્યા હતા. આ ઘટનામાં ચમત્કારી રીતે એક બાળકીનો બચાવ થયો હતો. બાળકી તેના માતા પિતા સાથે સૂતી હતી. બાળકી બચી ગઈ પણ તેના માતા પિતાનો જીવ યમરાજ બની આવેલા કાળમુખા ટ્રકે લઈ લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments