Homeસાહિત્યઓશો રજનીશને જે પુસ્તકો ગમે છે એ તમે વાંચ્યા ?

ઓશો રજનીશને જે પુસ્તકો ગમે છે એ તમે વાંચ્યા ?

Team Chabuk : જેવી જનતા એવા વિષયો એવા પ્રવચનો. રજનીશે જેટલા પ્રવચનો આપ્યા તેમાંથી અમેરિકામાં આપેલા તેમના પ્રવચનોમાંથી ઘણું શીખવા મળી જાય છે. ભારતમાં આપેલા પ્રવચનોમાં ધર્મ, ધ્યાન, ધ્યેય, શિવ, કૃષ્ણ સહિતની વાતો હતી. અમેરિકામાં આપેલા પ્રવચનોમાં પુસ્તકોની પણ વાતો હતી. એમનું એક પુસ્તક. બુક્સ આઈ હેવ લવ્ડ. એમના તમામ પુસ્તકોમાં સૌથી વધારે ગમે.

ગમવાનું કારણ કે રજનીશે તેમાં ગમતાં પુસ્તકોની વાત કરી છે. 1984ની સાલમાં અમેરિકામાં અપાયેલા પ્રવચનોમાં તેમણે આ વાત કહી હતી. ચાબુક વિચારે છે કે કદાચ અત્યાર સુધી આ પુસ્તકની ગુજરાતીમાં અનુવાદિત આવૃતિ પ્રગટ નથી થઈ.

રજનીશ કહે છે, મને પુસ્તકો ખૂબ ગમે છે. તેમાંથી મારા ગમતા પુસ્તકોને હું આંગળીના વેઢે ગણી શકું છું. હું અહીં દસેક પુસ્તકોની વાત કરીશ.

રજનીશ પ્રથમ પ્રકરણમાં વાત તો દસેક પુસ્તકની જ કરે છે પણ પછી બીજું અને ત્રીજું પ્રકરણ આવતા આવતા તેમના ગમતાં પુસ્તકોની સંખ્યા વધતી જાય છે. તેઓ દસ દસ પુસ્તકોની વાત કરે છે. તેની પાછળનું કારણ તેઓ જણાવે છે કે, આપણી આંગળીઓ દસ છે. સૌ પહેલા ગણતરીમાં દસ જ આવે. એટલે દસ જ રાખો. દસ એવો શબ્દ છે જે તુરંત યાદ રહી જાય છે. કોઈ પણ સમસ્યા વિના.

રજનીશ Thus Spoke Zarathustraની વાત કરે છે. જે એમના ગમતાં પુસ્તકોમાં પ્રથમ નંબર પર છે. દોસ્તોવયસ્કીની The brothers karamazov, The book of mirdad, જોનાથન લિવિગ્સ્ટનની Seagull. લાઓ ત્ઝેની Tao Te Ching, એ પછી ક્રમ આવે છે ધ પેરેમ્બલ ઓફ ચોંગ ત્ઝુ

The Sermon Of A Mountainનો ઉલ્લેખ કરતાં કહે છે, એ સારું પુસ્તક છે. આખી બાઈબલ બુલશિટ છે સિવાય કે The Sermon Of A Mountain. આઠમાં પુસ્તકમાં તેઓ ભગવતગીતાને મૂકે છે. ભગવતગીતાની વાત કરતાં કરતાં તેઓ ભૂરિયાઓને કહે છે કે, તમે જે શબ્દનો ઉપયોગ કરો છો ક્રિસ. એ બીજું કંઈ નથી પણ તમે પોતે કરેલું ક્રિષ્નાનું અપભ્રંશ છે. જેવી રીતે જોરોસ્ટરમાંથી જરથ્રૂસ્ટ આવ્યું એ રીતે જ. નવમાં નંબર પર તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલીને સ્થાન આપે છે. દસમાં નંબર પર છે ધ વન થાઉઝન્ડ સોંગ્સ ઓફ મિલારેપા.

દસ પુસ્તકો તો થઈ ગયા, પણ દુનિયામાં આટલા બધા પુસ્તકો છે તેમાંથી ફક્ત દસની જ પસંદગી તો ન કરી શકાય. 1984ની સાલમાં અમેરિકાના ઓરેગાઉમાં આવેલા રજનીશપુરમમાં પોતાના પ્રિય આત્મનને સંબોધતા રજનીશ ગઈકાલથી જ શરૂઆત કરતા કહે છે, મેં કાલ દસ પુસ્તકો વિશેની વાત કરેલી. મારા ગમતા દસ પુસ્તકો. મને લાગે છે કે હું કેટલાક પુસ્તકો ભૂલી ગયો છું. જે મારે અહીં નોંધવા રહ્યા.

આમ કહી રજનીશ પ્રોફેટને સામે લઈ આવે છે. ખલીલ જિબ્રાનની પ્રોફેટ વિશે તેઓ કહે છે કે, આ પુસ્તકને પ્રથમ વખત વાંચશો તો મજા જ આવશે, પણ જો આ પુસ્તકની પહેલા ફેડ્રિક નિત્ઝેની થુસ સ્પેક જરથ્રૂસ્ટીઅનનું અધ્યયન કરશો અને તે પછી જિબ્રાનની પ્રોફેટ વાંચશો તો પ્રોફેટમાં આપને નિત્ઝેનો પડઘો સંભળાશે.

ધ નોટ્સ ઓફ ધ ડિસિપ્લિન ઓફ બોધિધર્મ. આ પુસ્તક વિશે વાત કરતા રજનીશ બીજા ધર્મની પણ બૌદ્ધ ધર્મ સાથે તુલના કરે છે.

ઓમર ખય્યામની રૂબાયતને યાદ કરતા રજનીશ કહે છે કે, તેના અનુવાદકે તેની સાથે ખૂબ ખોટું કર્યું છે. To Understand RUBAIYAT You need little bit hip in you. જ્યારે તે પુસ્તકમાં મહિલાની વાતે કરે છે તો તમારે સમજવાનું છે કે ખય્યામ તેમાં ઈશ્વરની વાત કરે છે. અનુવાદકો અહીં ઉંધેમાથ પછડાય જાય છે. આ દુનિયામાં સુફી સિવાય કોઈ એવું નથી જેણે ઈશ્વરને એક મહિલા તરીકે સંબોધી હોય.

રજનીશ જલાલુદ્દીન રૂમીની મનસ્વીને પોતાના પ્રિય પુસ્તક તરીકે ગણાવે છે. એમાં દૃષ્ટાંતો છે. રજનીશ કહે છે, દૃષ્ટાંતોથી ઉત્તમ એક પણ પુસ્તક નથી. જીસસ દૃષ્ટાંતોમાં બોલતા હતા. મેં તો મારા ભાષણમાં પણ આ પુસ્તકમાંથી ઘણા દૃષ્ટાંતો આપ્યા છે. મને ખ્યાલ નથી આવી રહ્યો કે પ્રથમ પ્રવચન વખતે મારાથી આ પુસ્તકની અવગણના કેવી રીતે થઈ ગઈ?

ઈશા ઉપનિષદને પોતાના પ્રિય પુસ્તક તરીકે ગણાવી તેઓ ક્રાઈસ્ટની વાત કરે છે. રજનીશ બોલે છે, ભારતમાં અમે કોઈ ક્રાઈસ્ટ નથી કહેતા. અમે તેમને ઈશા કહીએ છીએ. આ નામ ભારતમાં આવ્યું ત્યારે યેશુ હતું. જેમાંથી ઈશુ થયું. ઈશુનો અર્થ થાય ભગવાન.

રજનીશે પુસ્તકમાં સજેસ્ટ કરેલા તેમાંથી પાંચ પ્રકરણમાંથી જ આટલા પુસ્તકો સામે આવ્યા છે. આ પુસ્તકો વાંચશો અને પછી સમજશો ત્યાં તો જીવન પૂર્ણ થઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments