Team Chabuk-Gujarat Desk: કોરોનાએ મનુષ્યના જનજીવનમાં જે કેટલીક તબાહી મચાવી તેમાંની મોટી ઉથલપાથલ તો રોજગારીની રહી. કેટલાય લોકોને કંપનીઓમાંથી છૂટ્ટા કરી દેવામાં આવ્યા તો ઘણા ઉદ્યોગ ધંધોઓ પડી ભાંગ્યા. આ સંદર્ભે સુરતમાં એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બેરોજગાર આધેડે આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ આધેડ જ્વેલર્સની દુકાનમાં કામ કરતા હતા. જોકે નોકરી છૂટી જવાના કારણે ટેન્શનમાં રહેતા હતા. જેથી તેમણે આ પગલું ભર્યું.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મનીષભાઈ શાહના છૂટાછેડા થઈ ગયા તેને આઠ વર્ષ વીતી ગયા હતા. તેઓ જ્વેલર્સની દુકાને કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જોકે તેમની આ શાંતિને પણ ગ્રહણ લાગી ગયું હતું. તેમની નોકરી છૂટી ગઈ હતી અને તેઓ સતત માનસિક તાણમાં જીવન વ્યતિત કરતા હતા. આખરે તેમણે મોતને વ્હાલ કરવાનું નક્કી કરી લીધું. જે પછી આપઘાતનો પત્ર લખી તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેમણે આપઘાત કર્યો હોય તેની પાડોશીઓને જાણ થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમગ્ર કેસના મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આવા કેટલાય યુવાનો હશે જેમની નોકરી છૂટી ગઈ હશે અને ધંધા રોજગાર મળવાની પ્રતિક્ષા કરી રહ્યા હશે. ત્યારે કોરોના બાદની કેટલીક વિકટ સમસ્યાઓમાં આ સમસ્યા આડે પણ આંખ આડા કાન ન કરી શકાય. હાલ તો સુરતના મનીષભાઈનાં મોતે સૌને અંદરથી હચમચાવીને રાખી દીધા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત