Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના બદાયૂ જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પત્નીના મોત બાદ પોતાની પુત્રવધૂ સાથે વિવાહ કરી લીધા હતા. ખૂદના બંને દીકરાઓને છોડીને તે પુત્રવધૂની સાથે અન્ય શહેરમાં રહેવા લાગ્યો હતો. જ્યારે દીકરાઓ આર્થિક સંકટમાં ફસાઈ ગયા ત્યારે આ ઘટનાએ આગ પકડી લીધી. મોટા દીકરાએ ફરિયાદ નોંધવતા બદાયૂના એસપીની સામે સમગ્ર ઘટના આવી ગઈ હતી. જે પછી પોલીસે પણ ગંભીરતાથી તપાસ કરી હતી.
બદાયૂં જિલ્લાના દબતરા ગામમાં રહેનારા 45 વર્ષીય દેવાનંદની પત્નીનું 2015માં મૃત્યુ થઈ ગયું હતું. એ સમયે દેવાનંદની ઉંમર 39 વર્ષની હતી. દેવાનંદને તેના પરિવારના લોકોએ સલાહ આપી હતી કે તે બીજા લગ્ન કરી લે. જોકે દેવાનંદે આ સમયે પોતાના 15 વર્ષીય પુત્ર સુમિતના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. 2016માં સુમિતના લગ્ન થઈ ગયા. લગ્નનાં છ મહિના બાદ સુમિત અને તેની પત્નીની વચ્ચે ખટરાગ રહેવા લાગ્યો. બીજી બાજુ સુમિતની પત્ની તેના શ્વસુરની નજીક જવા લાગી હતી.
પિતા દેવાનંદે 2017માં એક એવું પગલું ઉઠાવ્યું જેણે સુમિતની દુનિયા જ ઉલટી કરી નાખી. દેવાનંદે સુમિતની પત્નીની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને બંને સંભલ જિલ્લામાં ચાલ્યા ગયા હતા. એ બંનેને પુત્ર પણ થયો. જેની ઉંમર પણ એક વર્ષની છે. જોકે ત્યાં સુધી દેવાનંદ પોતાના પુત્રોની જવાબદારી ઉઠાવી રહ્યો હતો.
સુમિતને દારૂ પીવાની અને જુગાર રમવાની લત હતી જે જરૂરિયાત તેના પિતા સંતોષતા હતા. થોડા સમય પછી પિતા દેવાનંદે એ જરૂરિયાત સંતોષવાનું પણ બંધ કરી દીધું. એ પછી સુમિતે વકીલનાં કહેવા પર દેવાનંદના વેતન સંબંધિત જાણકારી RTI મારફતે પ્રાપ્ત કરી હતી. આ સિવાય એક પત્ર પણ બિસૌલની પોલીસને આપ્યો હતો જેમાં તેણે પત્નીના ભાગી જવા પર અને તેને શોધવા અંગેનું નિવેદન કર્યું હતું.
આ સમગ્ર ઘટનાની તપાસ કરતા પોલીસે દેવાનંદ અને તેના પુત્ર સુમિતને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં સુમિત પોતાના ભરણપોષણની વાત કરવા લાગ્યો. વાત વાતમાં બાપ અને દીકરા વચ્ચે ત્યાં જ વિવાદ વકર્યો. એ પછી પંચાયત થઈ. જેમાં સુમિતની પત્નીએ તેના શ્વસુરની સાથે રાજીખુશી છે અને તેની જ સાથે સંસાર વિતાવવા માગે છે તેવું નિવેદન આપ્યું. તેણે જણાવ્યું કે, તેના સસરા જ તેના પતિ છે. સસુરે તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે.
આ સમગ્ર ઘટના પર વરિષ્ઠ પોલીસ અધિકારી સંકલ્પ શર્માએ જણાવ્યું હતું કે પોલીસને એક RTIનો પત્ર મળ્યો હતો. જેમાં સુમિતે પોલીસને તેની પત્નીને શોધવાનું નિવેદન આપ્યું હતું. તેના પિતા અને મહિલાને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. સુમિતને તો દારૂ અને જુગારની લત છે. જેથી તેની પત્ની તેનાથી દૂર ચાલી ગઈ. સુમિત પણ તેની પત્નીથી અલગ રહેવા લાગ્યો હતો. તેની પત્ની સાથે પિતાના વિવાહની વાતની પણ સુમિતને જાણકારી હતી. જોકે તે પોતાના પિતા પાસેથી પોતાના ભરણપોષણનો ખર્ચો માગતો રહ્યો હતો.
જ્યારે લગ્ન થયા ત્યારે સુમિત સગીર હતો. સુમિતના બાળ વિવાહ થયા હતા. જેથી સુમિત લગ્નનું એક પણ દસ્તાવેજ બતાવી નહોતો શક્યો. મહિલાએ પણ કબૂલ્યું હતું કે તેના પહેલા લગ્ન સુમિતની સાથે થયા છે. સુમિતને માત્ર પિતા પાસેથી ખર્ચ માટે રૂપિયા જોઈએ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત