Homeદે ઘુમા કેમિશ્રિત તીરંદાજી સ્પર્ધામાં હાર બાદ દીપિકાનો રોષ, ‘અતનુ અને મારે સાથે રમવું...

મિશ્રિત તીરંદાજી સ્પર્ધામાં હાર બાદ દીપિકાનો રોષ, ‘અતનુ અને મારે સાથે રમવું જોઈતું હતું.’

Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકના આર્ચરી વિભાગમાં ભારતનું અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અતનુ દાસ શનિવારના રોજ પુરુષોના વ્યક્તિગત વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના તાકાહારુ ફુરુકાવા સામે 4-6થી હારી ગયો હતો. આ પહેલા શુક્રવારના રોજ વિશ્વ નંબર એક ક્રમાંકિત દીપિકા કુમારી પણ ક્વાર્ટર ફાઈનલમાં સાઉથ કોરિયાની સાન અન સામે પરાજીત થઈ ગઈ હતી. તો બીજી બાજુ મિશ્રિત યુગલ સ્પર્ધામાં દીપિકા અને પ્રણવ જાધવની ટોક્યો સફર 24 જુલાઇના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી.

જોકે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલાથી જ મિશ્રિત યુગલમાં દીપિકા કુમારી અને અતનુ દાસને વિજય મેળવવાના દાવેદાર માનવામાં આવતા હતા. જોકે ટોક્યોમાં અતનુને દીપિકાની સાથે જોડી બનાવી રમવાની તક નહોતી મળી, કારણ કે તે રેન્કિંગમાં પ્રવીણ જાધવથી પાછળ હતો. પ્રથમ વખત ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લઈ રહેલા જાધવે 31મું જ્યારે અતનુએ 35મું સ્થાન મેળવ્યું હતું.

જેથી ભારતીય તીરંદાજી ટીમ મેનેજમેન્ટે રેન્કિંગ મુજબ ચાલવાનો નિર્ણય કર્યો હતો અને આ સ્ટાર જોડીની એક મહિનાથી પણ ઓછા સમયમાં પેરિસ ખાતે યોજાયેલી વિશ્વકપમાં ગોલ્ડમેડલ જીતવાની ઉપલબ્ધિને ખૂણામાં મૂકી દેવામાં આવી હતી. જાધવ અને દીપિકાએ પ્રથમ વખત જોડી બનાવી હતી અને બંનેને કોરિયા સામે ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે દીપિકા કુમારીએ ભારતીય તીરંદાજી સંઘના આ નિર્ણયની સામે અવાજ ઉઠાવ્યો છે. દીપિકાએ કહ્યું કે, ‘સંઘે અતનુના અનુભવની ઉપર પ્રવીણ જાધવને આગળ લાવી મોટી ભૂલ કરી છે. અતનુની સાથે મારું સંયોજન અને સમન્વય ભારતને મિશ્રિત ટીમ સ્પર્ધામાં મેડલ અપાવી શકતો હતો.’ બીજી બાજુ અતનુએ પણ સંઘના આ નિર્ણય પર કહ્યું હતું કે, ‘મને મિશ્રિત ટીમમાં તેની સાથે રમવાની આશા હતી. જોકે દુર્ભાગ્યવશ એ થઈ ન શક્યું. મને નથી ખબર શા માટે?’

ગત વર્ષે જૂન મહિનામાં દીપિકા અને અતનુએ લગ્ન કર્યા હતા. આ જોડી ઓલિમ્પિક રમતોની એક જ સ્પર્ધામાં રમનારી પતિ-પત્નીની પ્રથમ ભારતીય જોડી હતી. મિક્સ ડબલ્સમાં આ જોડી તૂટતા દીપિકા જીન હયેક અને તાકાહારુ ફુરુકાવાની વિરૂદ્ધની સ્પર્ધામાં પતિ અતનુનો આત્મવિશ્વાસ વધારવા માટે હાજર હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments