Team Chabuk-Gujarat Desk: સુરત શહેરનો વધુ એક ધનાઢ્ય પરિવાર સર્વસ્વ છોડીને સંયમના માર્ગે જશે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો પરિવાર હીરાનો ધંધો અને કરોડોની સંપત્તિ છોડીને સંયમના માર્ગે જવા તૈયાર છે. વેસુ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા અને મૂળ ધાનેરાના હીરાના વેપારી 44 વર્ષના નિરવભાઈ વલાણી અને તેમના પત્ની સોનલબેન અને 11 વર્ષની દીકરી વિહા દીક્ષા લેવા જઈ રહ્યા છે.
નિરવભાઈ વલાણીના પત્ની સોનલબેન અને દીકરી વિહા આગામી 10 ફેબ્રુઆરીના રોજ વેસુમાં મહાવીર કોલેજની બાજુમાં બનેલા ડોમમાં આ. રશ્મિરત્નસૂરિજીના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે. જ્યારે નિરવભાઈ 17 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે.
નિરવભાઈએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે, મારી દીકરી વિહા છેલ્લા 4 વર્ષથી મહારાજ પાસે રહીને સંયમજીવનની તૈયારી કરી રહી હતી. 2 વર્ષથી અમે પણ મહારાજ પાસે જતા હતા. ત્રણેયે નક્કી કર્યું હતું કે, હવે આપણે એક સાથે દીક્ષા લઈ ઘરને તાળું મારી સંયમીજીવન જીવીશું. મારી દીકરી વિહાને ફોનનો ખૂબ જ શોખ છે. તેણે માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ તેને સંસ્કૃતનાં 1500થી વધુ શ્ર્લોક કંઠસ્થ છે.
નીરવભાઈએ કહ્યું હતું કે, અગાઉ 5 વર્ષ પહેલા એમના દીકરા કલશે પણ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. હાલ તેઓ ક્ષમાશ્રમણવિજય મહારાજ તરીકે સાધુ જીવન વિતાવી રહ્યા છે. પુત્રના સંયમના જીવનને જોઈને મારા પરિવારના બાકીના સભ્યોએ પણ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. મારી પત્નીને અમારા લગ્ન પહેલા જ દીક્ષા લેવાની ઇચ્છા હતી પરંતુ કેટલાક સંજોગોના કારણે તેઓ ત્યારે દીક્ષા લઈ શક્યા ન હતા. હવે સંયમના માર્ગે જવાનું નક્કી થતાં તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
