Homeગુર્જર નગરીઆણંદ: 62 વર્ષના બાયોલોજીના શિક્ષકે 15 વર્ષની સગીરાને એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી...

આણંદ: 62 વર્ષના બાયોલોજીના શિક્ષકે 15 વર્ષની સગીરાને એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી સેક્સની વાતો કરી અને ગળાના ભાગે બચકાં ભર્યા

Team Chabuk-Gujarat Desk: ફરી એક વખત ગુરૂ શિષ્યાના સંબંધો કલંકિત થયા છે. આ વખતે કલંક લગાવનાર 62 વર્ષનો ડોસો શિક્ષક છે. જેણે વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ટ્યૂશન ક્લાસિસ હોવાનું કહી બોલાવી હતી અને પછી અડપલાં કરી ગાલના ભાગે બચકા ભરી લીધા હતા. લંપટ શિક્ષકની વિરૂદ્ધ વિદ્યાર્થિનીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આણંદના કોલેજ ક્વાર્ટરમાં રહેતા એક અદ્યાપકની 15 વર્ષીય પુત્રી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની વિધાનગર નાના બજાર ખાતે આવેલ વ્રજ બંગલો સામેના પ્રભુકાન્ત બંગ્લોઝમાં રહેતા કાન્તિ.એસ.પટેલ ઉર્ફ કે.એસ.પટેલના ઘરે બાયોલોજીના વિષયમાં ટ્યૂશને જાય છે. આ ક્લાસિસનો સમય બપોરના ત્રણથી ચારનો હોય છે. રવિવાર કે કોઈ અન્ય જાહેર રજા હોય ત્યારે દસથી બારનો હોય છે.

ગત રવિવારના રોજ સવારમાં પોણા આઠ વાગ્યે વિદ્યાર્થિની ઘરેથી નીકળી હતી અને બાર વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. એ જ્યારે ઘરે આવી ત્યારે તેના ગળાના ભાગે બચકાના નિશાન હતા. સગીરાએ ગાલ પરના બચકાના ઘા છુપાવવા માટે ઓઢળીનો સહારો લીધો હતો. પિતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે તેણે બહેનપણીએ મજાકમાં ગાલ ખેંચ્યા હોવાનું કહી દીધું હતું.

આ સગીર છોકરીએ બાદમાં તેના કાકાની દીકરીને વાત કહી હતી. કાકાની દીકરીએ છોકરીના ભાઈને સમગ્ર હકીકતથી વાકેફ કર્યો હતો. અંતે વિદ્યાર્થિનીએ પોતાના પિતાને કહ્યું હતું કે તેને મકાનના ઉપરના માળે એકલી બેસાડી તેણી સાથે સેક્સ સંબંધી વાતો કરી હતી.

પિતાએ જ્યારે ગળા અને ગાલ પરનાં બચકાંની વાસ્તવિકતા જાણી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આખરે સગીર છોકરીના પિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બાયોલોજીના શિક્ષક કાન્તિ પટેલની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતીની કલમ નોંધી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments