Homeગુર્જર નગરીપહેલાં માળેથી પટકાતા 6 વર્ષના માસૂમનું મોત, ઘરના પહેલાં માળે રમી રહ્યું...

પહેલાં માળેથી પટકાતા 6 વર્ષના માસૂમનું મોત, ઘરના પહેલાં માળે રમી રહ્યું હતું બાળક

Team Chabuk-Gujarat Desk: સુરતમાં બિલ્ડિંગ પરથી પડી જતાં વધુ એક બાળકનું મોત થયું. સુરતમાં થોડા સમય પહેલાં પણ એક બાળકનું મોત થયું હતું. ફરી એક વખત સુરતમાં જ આ પ્રકારની ઘટનાથી બાળકનું મોત થયું છે. સુરતના સચિન વિસ્તારમાં પહેલા માળેથી 6 વર્ષીનું બાળક પટકાયું હતું. દુર્ઘટના બાદ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શાન કંપનીની બિલ્ડિંગના પહેલા માળે 6 વર્ષીય સાવન સાગર કટારિયા રમતો હતો. રમતી વખતે તે અચાનક જ નીચે પટકાયો હતો. નીચે પટકાતા સાવન સાગર કટારિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટનાના કારણે સાવન કટારિયાને પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

ત્યારબાદ સાવન સાગર કટારિયાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર પર અચાનક આફતનું વાદળ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. ઘટનાને પગલે પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના મહાદેવ નગર સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ જબલપુરના વતની શંકર લોધીનો દોઢ વર્ષનો પુત્ર મયંક લોધી પહેલાં માળેથી પટકાયો હતો અને મોત થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments