Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં હનુમાનજી મંદિરના મહંતની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા શહેરના કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલમાં લૂંટના ઈરાદે મહંતની હત્યા કરાઈ હોવાની આશંકાએ પોલીસે હત્યારાઓની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ધ્રાંગધ્રા-કુડા રોડ પર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુ શુક્રવારે સવારે મંદિરની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યે અજાણ્યા 5 શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને મહંતની હત્યા કરાઈ હોવાની આશંકા છે.
પોલીસે તપાસ કરતા ઓરડીમાંથી માલ-સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. જેથી આશંકા છે કે મહંત દયારામ બાપુની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. મહંત દયારામ બાપુ છેલ્લા 10 વર્ષથી મંદિરમાં મહંત તરીકે સેવા આપતા હતા. મહત્વનું છે કે, છેલ્લા 8 દિવસમાં ધ્રાંગધ્રામાં આ બીજો હત્યાનો બનાવ છે. મહંતની હત્યાને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
