Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: એવું કયુ મનદુ:ખ આવી પડ્યું કે ક્રિકેટ રમતા રમતા ધીંગાણું ને...

સુરેન્દ્રનગર: એવું કયુ મનદુ:ખ આવી પડ્યું કે ક્રિકેટ રમતા રમતા ધીંગાણું ને ધડબડાટી બોલી ગઈ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કંકાવટી પંથકમાં ક્રિકેટના ઝઘડા મુદ્દે થયેલી બઘડાટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બેટથી બોલને મારવાની જગ્યાએ લાકડી લઈ માથામાં વીંઝવાની શસ્ત્રક્રિયા ચાલી રહી છે. અથડામણ થઈ તેમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જોકે ક્રિકેટ રમતા રમતા ધ્રાંગધ્રામાં આ ધીંગાણુ કયા કારણોસર થયું તેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

ક્રિકેટની રમતમાં નાની મોટી બોલાચાલી થતી રહે છે, પણ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કંકાવટી ગામે એવું શું બની ગયું કે બેટ છોડી લાકડી ઉપર ઉતરી આવેલા લોકોએ આખા વિસ્તારને બાનમાં લઈ લીધો? અહીંયા ક્રિકેટ રમવાની બાબતે ઝઘડો થયો હતો. થોડીવારમાં તો આગબબૂલા થતાં બેઉં પક્ષના લોકો સામ સામે લાકડી લઈ કાસળ કાઢી નાખવું હોય તેમ તૂટી પડ્યા હતા.

આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તમાશો જોતા હતા જ્યારે અન્યો લાકડી લઈ વાતાવરણમાં તંગદીલી ફેલાવતા હતા. વીડિયોમાં લાકડી લઈ મારવા આવેલાઓના ભયથી કેટલાક લોકો છૂમંતર થઈ ભાગતા હતા. કોઈ તો ચોમાસાના કારણે પડેલા વરસાદના પાણીમાં પણ મારની બીકે પડી ગયું હતું.

આ ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગરના કંકાવટી ગામમાં તણાવની આબોહવા પ્રસરી ગઈ હતી. સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે વીડિયો વાઈરલ થયો. ધીંગાણામાં કુલ પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જોકે એવું કયુ મનદુ:ખ આવી પડ્યું હતું કે ક્રિકેટ રમતા રમતા કંકાસ કરવા સુધી આ ઘટના દોરી ગઈ તે વાતની હજુ પુષ્ટી નથી થઈ.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments