Team Chabuk-Gujarat Desk: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સે BCCI પર ગંભીર આક્ષેપ લગાવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હર્ષલ ગિબ્સે લખ્યું છે કે BCCI તે કાશ્મીર પ્રીમિયર લીગમાં રમતો હોવાથી તેને ધમકી આપી રહી છે. આ સિવાય હર્ષલ ગિબ્સે BCCIના સચિવ અને ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ પર પણ આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે, જય શાહે સાઉથ આફ્રિકાના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ દ્વારા તેને આ ધમકી મોકલી છે.
હર્ષલ ગિબ્સે આ ટ્વીટ શનિવારના રોજ કર્યું હતું. જેમાં તેમણે BCCIએ તેને કાશ્મીર લીગનો હિસ્સો ન થવા માટે જણાવ્યું હોવાની વિગત સામે રાખી હતી. સાથે જ જો તેઓ નથી માનતા તો ભવિષ્યમાં તેમને ભારતમાં કોઈ પણ પ્રકારની ક્રિકેટ એક્ટિવિટીમાં સામેલ નહીં કરવામાં આવે. ગિબ્સે લખ્યું છે કે, ‘પાકિસ્તાનની સાથે પોતાના રાજનીતિક એજન્ડાને સમીકરણમાં લાવવા, મને કાશ્મીર પ્રીમિયર લીગમાં રમતા અટકાવવા માટે BCCI ઘણો જ પ્રયાસ કરી રહી છે. જેની આવશ્યકતા નથી. આ સાથે જ તેમણે મને ધમકી આપતા કહ્યું છે કે, તેઓ મને ક્રિકેટ સંલગ્ન કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ નહીં કરવા દે. આ વર્તન ઘણું વિચિત્ર છે.’
Completely unnecessary of the @BCCI to bring their political agenda with Pakistan into the equation and trying to prevent me playing in the @kpl_20 . Also threatening me saying they won’t allow me entry into India for any cricket related work. Ludicrous 🙄
— Herschelle Gibbs (@hershybru) July 31, 2021
હર્ષલ ગિબ્સના આ આરોપ પર એક ખાનગી સ્પોર્ટ્સ વેબસાઈટે તેમની સાથે વાતચીત કરી હતી. વેબસાઈટના જણાવ્યા અનુસાર, હર્ષલ ગિબ્સે કહ્યું હતું કે, આ માહિતી તેને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી અને સાથી ક્રિકેટર રહી ચૂકેલા ગ્રીમ સ્મિથે મોકલી હતી.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં શરૂ થઈ રહેલી કાશ્મીર પ્રીમિયર લીગમાં હર્ષલ ગિબ્સ ઓવરસીઝ વોરિયર્સ ટીમનો ભાગ છે. આ લીગની શરૂઆત 6 ઓગસ્ટના રોજ થશે. જેની ફાઈનલ મેચ 17 ઓગસ્ટના રોજ રમવાની છે. આ લીગમાં 6 ટીમ ભાગ લેશે. 2021માં પ્રથમ વખત કાશ્મીર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.
હર્ષલ ગિબ્સ સાઉથ આફ્રિકાની ટીમના વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક રહ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી રમતા ગિબ્સે આઠ હજારથી વધારે ટેસ્ટ રન અને 6000થી વધારે વનડે રન સાથે 400 T20 રન બનાવ્યા છે. આઈપીએલમાં હર્ષલ ગિબ્સ હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે ઈતિહાસમાં પ્રથમ વખત 400+ના સ્કોરનો પીછો કરી જ્યારે આફ્રિકાએ જીત મેળવી હતી ત્યારે ગિબ્સે તેમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત