Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ પોતાના સાસરિયાં અને પતિની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. થોડા સમયમાં જ તેની પ્રેમિકા પણ ફૂટી નીકળી હતી અને તે પત્નીની સામે જ પ્રેમિકાને સાથે ઈશ્ક કરતો હતો.
આ સમગ્ર ઘટના રાણીપની 31 વર્ષીય મહિલાની સાથે બની છે. 2013ની સાલમાં રાજસ્થાનમાં રહેતા એક યુવકની સાથે તેના લગ્ન થયા હતા. મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે જ્યારે તેણે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્ન કર્યાનાં એક મહિના સુધી તો બધુ સમસૂતરું ચાલ્યું હતું પણ બાદમાં તેણીના કામમાં વાંક કાઢવામાં આવ્યા હતા. તેને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
લગ્ન બાદ તો દીકરી સાસરિયાંને ત્યાં શોભે પણ તેનો પતિ આડો ફાટ્યો હતો. પરિણીતાના પતિએ તેને કહ્યું કે, હું મોટો જમાઈ હોવાના કારણે મિલકત ભાગમાં આવે એ પણ સાચવવું પડે. જેથી આપણે તારા પિતાને ત્યાં રહેવા જઈએ. સાત મહિના પછી તેનો પતિ રાણીપમાં આવેલા મહિલાના માતા પિતાને ત્યાં રહેવા આવી ગયો હતો.
લગ્નના એક વર્ષ બાદ એટલે કે 2014માં પરિણીત મહિલાના જેઠના લગ્ન હતા ત્યારે લગ્ન ખર્ચના પૈસા પણ સાસરિયાંએ આ મહિલા પાસેથી માગતા તેણીએ ત્રીસ હજાર રોકડા રૂપિયા સાસુને આપ્યા હતા. આમ છતાં સાસુ સહિતના પરિવારના લોકો મહિલાના પતિને ચડાવતા હતા અને પત્નીને કાબુમાં રાખવાની વાત ઉચ્ચારતા હતા.
હવે મહિલાના પતિને રિક્ષા જોતી હતી અને તેના પૈસા પણ તેને શ્વસુર પાસેથી જોઈતા હતા. મહિલાએ આનાકાની કરતા તેને માર પડ્યો હતો. આખરે પુત્રીનું ઘર સાચવવા માટે શ્વસુરે તેને પચાસ હજાર રોકડા રૂપિયા આપ્યા હતા. 2019માં પતિએ બાઈકની માગણી કરી હતી, અને જો બાઈક ન લઈ આપે તો તને અને તારી દીકરીને છોડીને જતો રહીશ તેવી ધમકી આપતાં મહિલાના પિતાએ જમાઈને બાઇક લેવા 25,000 રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીના પૈસાની લોન લીધી હતી જે લોન પણ શોખીન જમાઈની પત્ની ભરતી હતી.
જોકે મહિલા માટે સૌથી આઘાતજનક વાત એ સામે આવી હતી કે કોઈ સુમન મિશ્રા નામની યુવતી સાથે તેના પતિને આડા સંબંધ હતા. બેઉં તેની સામે જ પ્રેમલીલા રચાવતા હતા. મહિલા ના પાડતી હતી તો તેને ત્રાસ આપવામાં આવતો હતો. હાલ આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત