Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ રાત્રિના સમયે હેન્ડલ લોક વગરના બાઈક ચોરતી ગેંગ ઝડપાઈ, અત્યાર સુધી...

સુરેન્દ્રનગરઃ રાત્રિના સમયે હેન્ડલ લોક વગરના બાઈક ચોરતી ગેંગ ઝડપાઈ, અત્યાર સુધી ચોર્યા આટલા બાઈક

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરતી ગેંગ સક્રિય થઈ હતી. ત્યારે એલસીબી દ્વારા બાઈક ચોરતી આ ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આ ત્રણેય શખ્સોએ સુરેન્દ્રનગર અને મોરબીના વિવિધ વિસ્તારમાં કુલ 14 બાઈક ચોર્યા હોવાની કબૂલાત આપી છે. હાલ આ મામલે પોલીસ ત્રણેય શખ્સોની વધુ પુછપરછ કરી રહી છે.

ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા સાયલા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરીને તપાસ કરતાં બાઈક ચોરીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓએ જોરાવરનગર, સાયલા, ધજાળા, થાનગઢ, વાંકાનેર, મોરબી વિગેરે જગ્યાએથી મોટર સાઈકલની ચોરી કરી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના મોટર સાઈકલ નંગ-14 જેની કિંમત સાડા ત્રણ લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 3,65,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચે આરોપીઓ (૧) રણજીત ઉર્ફે રણીયો ભનાભાઈ ફેરવાડીયા (ઉ.વ. ૨૨, રહે,રતનપર તા.સાયલા જિ.સુરેન્દ્રનગર) (૨) સુરેશ ઉર્ફે સુરો ઉકાભાઈ ભરવરીયા (ઉ.વ. ૨૬, રહે. સોરીભડા તા.સાયલા અને (૩) સાગર ટપુભાઈ કણજરીયા (ઉ. વ. ૨૬, રહે. સામતપર તા. સાયલા) વાળાઓને આરોપી રણજીત ભનાભાઈ કેરવાડીયાના કન્જા ભોગવટાના રતનપર ગામની સીમમાં આવેલ પડતર ખેતરમાં વચ્ચેના ભાગે બાવળોના ઝુંડમાં સંતાડીને રાખેલ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાઈકલ નંગ-૧૦ તથા અન્ય વ્યક્તિઓને વેચેલ મોટર સાઈકલ નંગ-૪ એમ કુલ ૧૪ મોટર સાઈકલ સાથે પકડી પાડી મજકુર ઇસમોને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપી સુરેશ તથા રણજીતે તથા આરોપી સુરેશ તથા સાગરે સાથે મળી તથા પોતાની રીતે છેલ્લા બે વર્ષથી આજદિન સુધીમાં જોરાવરનગર, સાયલા, ધજાળા, થાનગઢ, વાંકાનેર, મોરબી વિગેરે જગ્યાએથી કુલ-૧૪ મોટર સાઈકલની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

nios plate

ચોરાયેલા 14 મોટર સાઈકલની વિગત

(૧) બેએક વર્ષ પહેલા સુરેશ તથા સાગરે આયા બોર્ડ નજીક મોરસલ જતા રસ્તે ડમ્પરવાળાની ઓફીસ પાસેથી ચોરેલ એક કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હિરો કંપનીનુ પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ નં. GJ-13-AP-2300 વાળુ કિ.રૂ.૩૦,૦૦૦/

(ર) પોણા બેએક વર્ષ પહેલા સાગર તથા સુરેશ વાકાનેર તાલુકાના લાકડધાર ગામેથી ચોરી કરેલ કાળા કલરનું લાલ પટ્ટાવાળુ હિરો કંપનીનુ એચ.એફ. ડીલક્ષ મો.સા.નં- GJ-36-N-1317 કિ.રૂ.૩૦,૦૦૦/

(૩) પોણા બેએક વર્ષ પહેલા સાગર તથા સુરેશે સાથે મળી વાકાનેર તાલુકાના લાકડધાર ગામેથી ચોરી કરેલ કાળા કલરનું હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા ૧૧૦ મો.સા. નં- GJ-03-FM-0375 કિ.રૂ.૧૦,૦૦૦/

(૪) પોણા બેએક વર્ષ પહેલા સાગર તથા સુરેશે સાથે મળી મોરબી જીલ્લાના અમરધામ અને ટુવા ગામ વચ્ચે આવેલ કોઈ ગામથી ચોરી કરેલ કાળા કલરનું લાલ પટ્ટાવાળુ હોન્ડા સી.બી.આર મો.સા.નં- GJ-03-FH-2015 કિ.રૂ.૪૦,૦૦૦/

(૫) દોઢેક વર્ષ પહેલા સાગર તથા સુરેશે સાથે મળી પાણશીણા બોર્ડ પાસે આવેલ હોટલના પાર્કીગમાંથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ બજાજ પ્લેટીના મો.સા.નં- GJ-04-BL-4027 કિ.રૂ.૨૦,૦૦૦/ છે.

(૬) દોઢેક વર્ષ પહેલા સાગર તથા સુરેશે સાથે મળી મોરબી નજીક કોઇ જગ્યાએથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર મો.સા.નં-GJ-03-JK-9235 કિ.રૂ.૨૫,૦૦૦/

(૭) બેએક મહીના પહેલા સુરેશ તથા રણજીત સાથે મળી ધાંધલપુર ગામમાંથી ચોરી કરેલ કાળા કલરનુ લાલ-વાદળી પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર પ્લસ મો.સા.નં- GJ-13-AQ-4848 કિ.રૂ.૪૫,૦૦૦/

(૮) બેએક મહીના પહેલા રણજીત તથા સુરેશે સાથે મળી વસ્તડી ગામમાંથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર પ્લસ મો.સા. નં- GJ-13-QQ-5501 કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી (૯) આજથી ચારેક મહીના પહેલા રણજીતે થાન તાલુકાના મોરથળા ગામે દુકાનની બાજુમાંથી કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર પ્લસ મો.સા. નં- GJ-13-AE-5757 કિ.રૂ.૨૫,૦૦૦/

(૧૦) આજથી અઢી મહીના પહેલા રણજીતે મુળી તાલુકાના સોમાસર ખાતે રોડ ઉપરથી ચોરી કરેલ કાળા કલરનું હીરો હોન્ડા પ્લેન્ડર મો.સા. એન્જિન નં-02E18M31970 તથા ચેસીસ નં-02E20C33390 કિ.રૂ.૨૫,૦૦૦/

(૧૧) સવા-દોઢ વર્ષ પહેલા સુરેશ તથા સાગર ડોળીયા બાઉન્ડ્રીથી ભાડુકા વચ્ચે રોડ ઉપર આવેલ વાડીના નાકા પાસેથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર પ્રો મો.સા. એન્જિન નં-06H16C19994 તથા ચેસીસ નં HA10ELOHF06262 કિ.રૂ.૨૦,૦૦૦/

(૧૨) આજથી આશરે દોઢક વર્ષ પહેલા ચોરી કરેલ કાળા કલરનુ લાલ-વાદળી પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર મો.સા. એન્જિન નં- HA10EA89033441 તથા ચેસીસ નં- MBLHA10EE89427659 કિ.રૂ.૨૦,૦૦૦/

(૧૩) એકાદ વર્ષ પહેલા રણજીતે થાનગઢ ફાટક પાસેથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર મો.સા. નં- MH-49-Y-9502 કિ.રૂ.૨૦,૦૦૦/

(૧૪) બે અઢી વર્ષ પહેલા સુરેશ તથા રણજીત સાથે મળી સાયલા સર્કલ પાસેથી ચોરી કરેલ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હીરો પ્લેન્ડર મો.સા. એન્જિન નં-HA10ERFHL04288 તથા ચેસીસ નં-MBLHA10BWFHC74935 કિ.રૂ.૨૦,૦૦૦/-

આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું કે તેઓ, રાત્રિના સમયે ઘરની બહાર અથવા જાહેર જગ્યાએ, રોડ પર હેન્ડલ લોક કર્યા વગર જે મોટર સાઈકલ પડ્યા હોય તેને ડાયરેક્ટ કરીને ચોરી કરી લેતાં હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments