Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજીની ટીમે અફીણના વાવેતર સામે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સીમમાંથી એસઓજીની ટીમ દ્વારા અફીણનું વાવેતર ઝડપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામડાઓના ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજીની ટીમ દ્વારા કૂલ 7 ખેતરમાંથી લાખો રૂપિયાની કિંમતનું અફીણનું વાવેતર ઝડપ્યું છે અને ખેતર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી, ખાટડી સહિતના ગામમાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરતાં કૂલ 7 ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે. એસઓજીની ટીમે આ સાત ખેતરમાંથી કૂલ 23.23 લાખ રૂપિયાનું કિંમતનું અફીણ જપ્ત કર્યું છે. સાથે જ સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

એસઓજીની ટીમે વિવિધ ગામમાં તપાસ હાથ ધરતાં કૂલ સાત ખેતરમાંથી 23.23 લાખની કિંમતનું કૂલ 2441 કિલોગ્રામ અફીણ ઝડપાયું છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને સાત આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના નાની મોલડી, ખાટડી, ડાગ વડલામાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે. SOGએ કુલ 7 ખેતરમાંથી 23.23 લાખ રૂપિયાની કિંમતનું કુલ 2,441 કિલોગ્રામ અફીણના 77575 નંગ છોડ જપ્ત કર્યા છે અને સાત આરોપીની ધરપકડ કરી છે. હાલ તમામ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી વિરુદ્દ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલાં જ સાયલા તાલુકાના જુના જશાપર ગામમાંથી અફીણનું વાવેતર ઝડપાયું હતું. ત્યાર બાદ પણ એસઓજીની ટીમ દ્વારા અફીણના વાવેતર સામે લાલ આંખ કરીને તપાસ કરવામાં આવી રહી છે. એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીથી અફીણનું વાવેતર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
