Team Chabuk-Gujarat Desk: પોલીસે અંજારમાં આતંક મચાવનારી વ્યાજખોર સગી બહેનોને ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે, એક મહિના પહેલા અંજારમાં અનીશ નામના યુવકે આપઘાત કર્યો હતો.. જેની સુસાઈડ નોટમાં આરતી ગોસ્વામી અને રિયા ગોસ્વામી નામની બે સગી બહેનોના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો.. જે અંગે મૃતકના ભાઈએ આપઘાત કરવાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
આ કેસમાં પોલીસને સુસાઈડ નોટ અને ઓડિયો પુરાવા હાથ લાગ્યા હતા.. જેના આધારે પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી છે..જેમાં અગાઉ એક વેપારીના આપઘાત કેસમાં રિયાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બંને બહેનો અને તેનો ભાઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બંને બહેનો સામે ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયા બાદ પોલીસે મેઘપર બોરીચી પાસેથી ઝડપી પાડી હતી. નોંધનીય છે કે, અનિશ નામના યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવી આરોપીઓને કડક સજા કરવાની માગ કરી હતી.
મહિલા આરોપી આરતી ઈશ્વર ગોસ્વામી અને તેની મોટી બહેન રિયાએ વ્યાજે આપેલા નાણાંની વસૂલી કરવા પઠાણી ઉઘરાણી કરી હતી. આરોપ છે કે, માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદીના ભાઈ અનિશે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આરોપીએ ફરિયાદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અંજાર પોલીસે આરોપીઓ સામે દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જેના પગલે બંન્ને બહેનો ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ બંને બહેનો દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થતા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યાં પણ ના મંજૂર થયા બાદ પોલીસ દ્વારા બંને બહેનોની ધરપકડ કરી છે. બંને બહેનોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
તાજેતોજા ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત