Homeગુર્જર નગરીજૂનાગઢ: ચાર લુખ્ખા તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી જઈ ધીંગાણું કર્યું, ઝાડના કુંડા ઉઠાવી...

જૂનાગઢ: ચાર લુખ્ખા તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી જઈ ધીંગાણું કર્યું, ઝાડના કુંડા ઉઠાવી માથામાં ફટકાર્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની એક ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ધડબડાટી મચી ગઈ હતી. ચાર અજાણ્યા શખ્સોએ રાજસ્થાનના કારીગરો પર હુમલો કર્યો હતો. હુમલો પણ જેવો તેવો નહોતો, ઝાડના કુંડા કારીગરોના માથા ઉપર ફટકારી પોતાના શૂરાતનનો લુખ્ખાતત્વોએ પરચો આપ્યો હતો. આ ધીંગાણું હાલ સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. પોલીસે ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢની શાંતિને ડહોળવા અને કાયદાનો કોઈ ખૌફ જ ન હોય એમ ચાર લોકોએ પટેલ રેસ્ટોરન્ટમાં બે દિવસ પૂર્વે માથાકૂટ કરી હતી. રાજસ્થાનના કારીગર છતરસિંગ હુકમસિંહ વરાતે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે, આ ચારે આરોપીઓએ ફરિયાદી અને સાહેબની સાથે રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલ તે સમયે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં તેમના સાથી કર્મચારીઓને ઝાડના કુંડા મારી લોહી કાઢી ઈજા પહોંચાડી હતી. લુખ્ખાઓએ વિના કારણે મચાવેલા આતંકના કારણે આસપાસના લોકો ડરી ગયા હતા.

સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચાર લોકો હોટલમાં પ્રવેશ કરે છે અને થોડીવારમાં નિરવ શાંતિપ્રદ રહેલું વાતાવરણ ડહોળાય જાય છે. લુખાતત્વો એક વ્યક્તિને પકડી ચારેબાજુથી માર મારવા લાગે છે. થોડીવારમાં રેસ્ટોરન્ટની અંદર રહેલા લોકો ઉહાપોહ મચતા બહાર આવે છે. આ ઘટનામાં નજીકમાં પડેલા ટેબલ અને ખુરશી પણ હવામાં ફંગોળાય છે. નોંધાયેલી ફરિયાદ અને સીસીટીવીના આધાર પર પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments