Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરની આ ખબર વાંચ્યા પછી કહેશો કોરોનામાં મેનેજમેન્ટ હોય તો આવું

સુરેન્દ્રનગરની આ ખબર વાંચ્યા પછી કહેશો કોરોનામાં મેનેજમેન્ટ હોય તો આવું

Team Chbauk-Gujarat Desk: આજે સમગ્ર વિશ્વની એક જ સમસ્યા છે. બધાનો દુશ્મન એક જ છે. અને તે દુશ્મનનું નામ છે કોરોના વાઈરસ. મોટાભાગે માણસો તંત્રની આશાએ બેઠા હોય છે કે હમણાં સરકાર કાંઈ કરશે, સ્થાનિક પ્રશાસન મદદ કરશે, પણ સુરેન્દ્રનગરના આ ગામે જે કર્યું છે એ જોતા તેના પર માઝી ધ માઉન્ટમેનનો ઉલટો કરેલો સંવાદ બરાબર ફિટ બેસે છે. તંત્રના ભરોસે ન બેસો શું ખબર તંત્ર તમારા ભરોસે બેઠું હોય!

વાત છે સુરેન્દ્રનગરના હળવદના ટીકરની. જેમ બધી જગ્યાએ કોરોનાએ અંધાધૂધીનો માહોલ ફેલાવીને રાખ્યો છે એવી જ રીતે સુરેન્દ્રનગર અને હળવદમાં પણ ફેલાવીને રાખ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતા આરોગ્ય સેવાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે. દર્દીઓ વધારે છે સુવિધાના સાધનો ઓછા છે. એમાં હળવદના ટીકર ગામે જે કર્યું તે કાબિલેદાદ છે. અહીંના લોકોએ તંત્રના ભરોસે બેસવાની જગ્યાએ પોતે જ સુવિધાઓ ઊભી કરી લીધી છે જેથી લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે.

જનતાએ પોતે જ બધું ઊભું કર્યું એ પાછળનું કારણ એ છે કે દર્દીને તાત્કાલિક સારવાર મળે. આ માટે ગ્રામ પંચાયત અને ગામના લોકોએ સહિયારા પ્રયાસો હાથ ધરતા આ શક્ય બન્યું હતું. બધાએ એક સાથે મળીને કોવિડ સેન્ટર ઊભું કરી દીધું. આરોગ્યની સુવિધાઓ ઊભી કરી દીધી. ગામના લોકોએ જ સરકારી પ્રથામિક શાળામાં ઘરેથી પલંગ, સેટી સહિતનો સામાન લાવીને વીસ બેડનું કોવિડ સેન્ટર ઊભું કરી દીધું. જેથી ગામમાં જો કોઈ કોરોનાનો કેસ આવે તો તેને અગવડતા ન પડે.

આ નવા કોવિડ સેન્ટરનું ઉદ્ધાટન પણ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા અને જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાના હાથે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરની કોરોનામાં શું છે સ્થિતિ ?

સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા જઈ રહ્યા છે. બુધવારે વધી રહેલા કેસની સામે લડત આપવા માટે પાંચ સ્થળો પર આરટી-પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સ્થળો પર 478 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ શહેરમાં 65 નવા કેસ આવ્યા હતા. 7નાં મોત થયા તો અત્યાર સુધીમાં 4158 કેસ આવ્યા છે.

1000 રૂપિયા માતા મેલડીને

કોરોનાના વધી રહેલા કેસના કારણે હવે ઓછી અવરજવર એ જ એકમાત્ર ઉપાય દેખાઈ રહ્યો છે. આ માટે સુરેન્દ્રનગરના મહેતા માર્કેટના અનાજ કરિયાણાના વેપારીઓના પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિ સહિતના વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં 15 એપ્રિલથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વધતા કોરોનાને આ રીતે અટકાવી શકાય. જોકે આમાં અલગ વાત એ હતી કે, જો કોઈ વેપારી દુકાન ખુલ્લી રાખે તો તેને મહેતા માર્કેટમાં આવેલ તોપવાળા મેલડી માતાના મંદિરે એક હજાર રૂપિયા ધરવા પડશે. તેવો સત્વરે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી સહિતના વિસ્તારો અને તેમાંય ખાસ કરીને ગામડાના લોકો કોરોના પ્રત્યે વધારે જાગૃત દેખાય રહ્યા છે. અડધો ટક જ દુકાનો ખુલ્લી રાખી રહ્યા છે. શક્ય છે આ વિસ્તારો જલ્દીથી કોરોનાના કહેરમાંથી મુક્ત થઈ જાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments