Homeગુર્જર નગરીરિપોર્ટઃ કોરોના દર્દીની પાસે આટલો સમય માસ્ક વગર રહેશો તો થશો સંક્રમિત

રિપોર્ટઃ કોરોના દર્દીની પાસે આટલો સમય માસ્ક વગર રહેશો તો થશો સંક્રમિત

Team Chabuk-Gujarat Desk: કોરોના વાયરસ અંગે રોજ નવા-નવા તારણો આવી રહ્યા છે. જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારથી તબીબ જગત તેના વિશે સંશોધનમાં લાગ્યું છે. કોરોના ક્યાંથી આવ્યો ?  કેવી રીતે ફેલાયો ? કોરોનાના પ્રકાર વિશેની સમજ અને કોરોના વેક્સિન અંગે આજે પણ સંશોધનો ચાલુ છે. આવા સમયે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે, જો તમે માસ્ક પહેર્યા વગર કોરોના દર્દીની નજીક એક મિનિટ સુધી રહ્યા તો તમે પણ કોરોનાગ્રસ્ત થઈ શકો છો.

પહેલા 10 મિનિટનું હતું તારણ

ડોક્ટર્સનું કહેવું છે કે, આ પહેલાં એવું તારણ બહાર આવ્યું હતું કે, સંક્રમિત સાથે સતત 10 મિનિટ જો તમે માસ્ક પહેર્યા વગર રહો છો તો તમે કોરોનાની ઝપેટમાં આવી શકો છે. પરંતુ આ વખતે કોરોનાએ સ્વરૂપ બદલ્યું છે. તે પહેલાં કરતાં વધુ ઘાતક બન્યો છે અને તેનું સંક્રમણ પણ વધુ ફેલાઈ રહ્યું છે. ડોક્ટર્સે દાવો કર્યો કે, આ જ કારણે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોના બમણી ગતિથી ફેલાઈ રહ્યો છે.

બીજી લહેર ઘાતક

પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક છે તે એ પરથી પણ સાબિત થઈ રહ્યું છે કે, પરિવારમાં એક વ્યક્તિના સંક્રમિત થયા બાદ સમગ્ર પરિવારના સંક્રમિત થવાના કિસ્સાઓ વધ્યા છે. કેટલા પણ આઈસોલેટ થઈ જઈએ પરંતુ સાથે રહેનારા લોકો સંક્રમિત થઈ જાય છે. આ મુદ્દે ડોક્ટર ડી.કે.દાસએ કહ્યું ક, પહેલાં બીમાર વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા શ્વાસ લેવાની હતી. જો કે, આ વખતે ગેસ્ટ્રો એટલે કે ઝાડા-ઉલ્ટીની સમસ્યા છે. ત્વચા પર લાલ-લાલ રૈસેજ બની રહ્યા છે. મતલબ કે કોરોનાના લક્ષણ અલગ બની રહ્યા છે.

અમદાવાદમાં બેકાબૂ કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે. અમદાવાદમાં  1200 બેડ સિવિલમાં ICU-304 અને ઓક્સિજનના 557 બેડ ફૂલ થઈ ગયા છે. SVPમાં તમામ 127  ICU બેડ ફૂલ થયા છે. સોલા સિવિલમાં 50, VS હોસ્પિટલમાં 36 અને એલજીના 40 ICU બેડ ફૂલ થઈ ગયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલની પણ સ્થિતિ ખરાબ છે. શહેરમાં વેન્ટિલેટર સાથેના માત્ર 4 ICU બેડ ખાલી છે જ્યારે જનરલ 188 બેડ ખાલી છે.

સુરતમાં ‘ગંભીર’ સ્થિતિ

સુરતમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં હાલ કુલ 1 હજાર 372 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 97 ટકા ગંભીર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે સુરત સ્મીમેર હોસ્પિટલમાં 92 ટકા દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments