Team Chabuk-Gujarat Desk: સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની પહેલી સિઝનનો ખિતાબ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ટીમ નર્મદાએ જીતી લીધો છે. ફાઈનલમાં અમિત ઠાકરની ટીમ બનાસને હાર્દિક પટેલની ટીમ નર્મદાએ 14 રને મ્હાત આપી ખિતાબ પોતાના નામે કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ નર્મદાએ 123 રન બનાવ્યા હતા. 124 રનના લક્ષ્યનો પીછો કરતી ટીમ બનાસ 10 ઓવરમાં 8 વિકેટે 109 રન જ બનાવી શકી હતી.
હાર્દિક પટેલની ટીમ નર્મદામાં સૌથી 48 રનનું યોગદાન ધ્રુવ પટેલે આપ્યું હતું. ધ્રુવે 2 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ પણ ઝડપી હતી. ફાઈનલ મેચનો હીરો ધ્રુવ પટેલ રહ્યો હતો. આ ઉપરાંત હાર્દિક પટેલે 10 બોલ પર 16 રન બનાવ્યા હતા જ્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ 3 બોલ પર 3 રનનું યોગદાન આપ્યું હતું. તો કૌશિક વેકરિયા મહત્વની મેચમાં જ 0 રને આઉટ થયા હતા. ત્યારબાદ જીગર રૂપાલા અને ધ્રુવ પટેલે કમાન સંભાળી હતી અને ટીમને એક વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.

આ તરફ ટીમ બનાસમાંથી અંકિત ચૌધરી અને પટેલ ચિરાગ સિવાય કોઈ ખેલાડી ડબલ ડિજિટ સુધી પણ પહોંચી ન હતા શક્યા. ટીમ બનાસ તરફથી અંકિત ચૌધરીએ 25 બોલ પર 61 રન જ્યારે પટેલ ચિરાગે 12 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું.
ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન હાર્દિક પટેલ રહ્યો. હાર્દિકે 3 મેચમાં 203.70ની સ્ટ્રાઈક રેટથી કુલ 110 રન બનાવ્યા જેમાં બે વાર તે નોટ આઉટ રહ્યો હતો. હાર્દિકે ટુર્નામેન્ટમાં કુલ 10 છગ્ગા ફટકાર્યા.

સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું 20,27 અને 28 માર્ચ દરમિયાન આયોજન થયું. ગાંધીનગરના કોબાના ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં ધારાસભ્યોની ટીમ આમને સામને આવી હતી. ટીમના નામ નદીઓ પરથી રખાયા હતા. બનાસ, તાપી, વિશ્વામિત્રી, ભાદર, સરસ્વતી, શેત્રુંજી, સાબરમતી, નર્મદા અને મહીસાગર તેમજ મીડિયા આમ કુલ 10 ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટીમ સાબરમતી માંથી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતર્યા હતા. જ્યારે ટીમ નર્મદામાંથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રમ્યા હતા.

ટુર્નામેન્ટમાં કુલ 20 ઈનિંંગ્સમાં 1,682 રન બન્યા. તમામ ટીમે મળી કુલ 150 ફોર અને કુલ 52 સિક્સ ફટકારી જ્યારે બોલર્સે કુલ 87 વિકેટ લીધી. અને કુલ 4899 ડોટ બોલ ફેંક્યા. 20 ઈનિંગ્સમાં કુલ 261 એક્ટ્રા રન આપ્યા. જ્યારે 30 કેચ પકડાયા. ટુર્નામેન્ટમાં ખેલાડીએ 50 કે તેથી વધુ રન ફટકાર્યા.
- કયા MLAના કેટલા રન ?
- MLA વિરમગામ હાર્દિક પટેલ (ટીમ નર્મદા ) 110 રન
- MLA પાદરા ચૈતન્યસિંહ ઝાલા ( ટીમ બનાસ ) 95 રન
- MLA દાહોદ કનૈયાલાલ કિશોરી ( વિશ્વામિત્રી ) 69 રન
- MLA અમરેલી કૌશિક વેકરિયા ( નર્મદા ) 49 રન
- MLA ગાંધીધામ માલતી મહેશ્વરી ( બનાસ ) 46 રન
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ