Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી તાપસી પન્નુ વિરુદ્ધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે, તાપસી પન્નુએ સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડી છે અને તેની સાથે તેની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે. ઈન્દોર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું છે.
તાપસી પન્નુએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી
છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ કપિલ શર્માએ જણાવ્યું હતું કે, એકલવ્ય ગૌર દ્વારા એક અરજી મળી છે, જેમાં લખ્યું છે કે અભિનેત્રી તાપસી પન્નુ ફેશન શોમાં રેમ્પવોક કરતી વખતે લક્ષ્મીજીનું લોકેટ પહેરી રહી હતી અને તે દરમિયાન તેણે રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો. અરજદારનું કહેવું છે કે, તે લોકેટ સાથે દેખાતો ડ્રેસ પહેરવાથી તેની ધાર્મિક લાગણીઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
मध्य प्रदेश: इंदौर में अभिनेत्री तापसी पन्नू के खिलाफ शिकायत दर्ज हुआ।
— ANI_HindiNews (@AHindinews) March 27, 2023
कपिल शर्मा (SHO, छत्रीपुरा थाना) ने बताया, "एकलव्य गौड़ द्वारा एक आवेदन प्राप्त हुआ है जिसमें लिखा था कि अभिनेत्री तापसी पन्नू ने एक फैशन शो में रैंपवॉक करते समय एक लक्ष्मी जी का लॉकेट पहना हुआ था और उस दौरान… pic.twitter.com/WN5s8jLOwi
તાપસી પન્નુ આ ફિલ્મમાં શાહરૂખ સાથે જોવા મળશે
નોંધપાત્ર રીતે તાપસી પન્નુ છેલ્લે અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત ફિલ્મ દોબારામાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. હવે તાપસી ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં જોવા મળશે. જે આ વર્ષના અંતમાં થિયેટરોમાં આવશે. પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાની આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. તાપસી પન્નુ પહેલીવાર શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બંનેની જોડી બોક્સ ઓફિસ પર કેટલી કમાલ બતાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત