શૈલેષ નાઘેરાઃ વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરી પર આવેલા સંકટના કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા છે.. ગીરના અનેક ખેડૂતોની લેખિત મૌખિક ગાંધીનગર સુધી રજૂઆતોને સરકારે ધ્યાને ન લેતા ખેડૂતોએ મોરચો માંડ્યો છે. રજૂઆતોને ધ્યાને ન લેતા તાલાલા ગીર સહિતના ૪૫ જેટલા ગામો 26 મેએ બંધ રહેશે.
દર વર્ષે તાલાલા ગીર પંથકમાં સૌથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. છેલ્લા પાચેક વર્ષોથી કેસર કેરીનો પાક સતત ઘટી રહ્યો છે. આ બાબતે બાગાયતમાં કેસર કેરીને પણ પાક વીમામાં સમાવવા સહિતની માંગો પર સરકારે કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. ગત વર્ષે વાવાઝોડું અને આ વર્ષે પ્રતિકુળ વાતાવરણના કારણે કેસર કેરીનો પાક માત્ર ૨૦ ટકા જ થયો છે. જેથી કેસર કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતોની વાત માનીએ તો, રાસાયણિક ખાતર, દવાઓ, ખેત મજૂરી સહિતના ખર્ચા કર્યા બાદ પણ કેસર કેરી દર વર્ષે ઘટી રહી છે. સરકાર કેસર કેરી બાબતે સંપૂર્ણ ઉદાસીન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે..
કિસાન સંઘ સહિતના તમામ વેપારી સંગઠનનો ગ્રામજનો અને આમ લોકોએ સરકારની આ ઉદાસીનતા સામે આક્રોશ છે. જેથી તાલાલા ગીર તાલુકા સહિતના ૪૫ જેટલા ગામો આગામી 26 મેએ બંધ પાળી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ બાબતે જિલ્લાથી લઇ અને છેક ગાંધીનગર સુધી લેખિત મૌખિક કટેલીક રજૂઆતો કરાઈ છે. પરંતુ સરકારે હજુ સુધી કોઇ યોગ્ય નિર્ણય નથી લીધો. જેથી હવે અંતે સરકારથી થાકીને ગીર પંથકના લોકો સંપૂર્ણ સ્વયંભૂ બંધ પાળી અને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયાસ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત