Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો.પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટ તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી.
આ પહેલાં કોર્ટે આરોપીને પૂછ્યું હતું કે, કોઈ ફરિયાદ તો નથી ને ? 3 PI અને અન્ય પોલીસકર્મચારીઓને બોડી વોર્ન કેમેરા અને લાઠી સાથે કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

આરોપી તથ્યને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર નથી આપતો. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો એની પણ તપાસની જરૂર. કોર્ટ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત