Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને કાર ચલાવનાર તથ્ય પટેલના પિતા અને તેના પાંચ મિત્રો મળી કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે તથ્ય પટેલ સ્વસ્થ થશે ત્યારે પોલીસ તેની ધરપકડ કરશે.
ઈસ્કોન બ્રિજ પર જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે જેગુઆર કારમાં તથ્ય સાથે આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતા. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. જેગુઆરમાં આગળની સીટ પર આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો LIVE વીડિયો આવ્યો સામે #Ahmedabad #accident #jaguar #caraccident pic.twitter.com/wlWfsoevuy
— thechabuk (@thechabuk) July 20, 2023
અમદાવાદ આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બંને બાપ-બેટાને કાયદાનું ભાન થાય એવી કડક કાર્યવાહી કરીશું. ડોક્ટર પરવાનગી આપશે એટલે તથ્યની ધરપકડ થશે. મોજશોખ માટે કાર લઈને તથ્ય નીકળ્યો હતો. રેસિંગ ટ્રેકની ઝડપે કાર ચલાવીને આવ્યો અને લોકો પર ગાડી ફેરવી દીધી હતી.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પી.આઈ. વી.બી. દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૃતકના નામ
- ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ)
- નિલેશ મોહનભાઈ ખટીક (ઉં.વ.38, હોમગાર્ડ)
- અમનભાઈ અમીરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
- નીરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
- રોનક રાજેશભાઈ વિહલપરા (ઉં.વ.23, રહે- બોટાદ)
- અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
- અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
- કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
- જસવંતસિંહ ચૌહાણ (એસજી હાઈવે-2માં ટ્રાફિક-પોલીસ ઇન્વેસ્ટિગેશન)
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા